________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
સુવર્ણ મહોત્સવ અંક. : પણ ન આવડ્યા? અરે ! પહેલાંથી ખબર સરખી ન પડી ? વૈરાગી મન હતું તો તરણ સુધી આવવાની શું જરૂર હતી ? મારી ઉપર દયા ન કરી તે બીજાની શું કરવાના છે? ખરેખર કાળાથી (કે જેનું હૃદય પણ કાળું જ હોય છે એવો આક્ષેપ છે) પ્રીત કરવામાં મેં જ ભૂલ કરી. રાજુલ સખીઓને કહે છે:
જાઓ રે સહિયર નેમ મનાવો, જિમતિમ કરીને પાછી લાવે; કારણ એહનું કહેતાં જાય, એવડા રૂસીયા સ્થાને થાય ? મંદિર માહરે રે નાવ્યા, કોઈએ દીસે છે ભરમાવ્યા; રાજા હોયે કાનના કાચા, એ ઉખાણું જગના સાચા.
( શ્રીદીપવિયે) રાજાએ કાનના કાચા હોય છે એ કહેવત સાચી લાગે છે, પરંતુ નેમ પાછા વળે એમ હતું જ નહિ. વિરહાગ્નિ સતેજ થાય છે અને રાજુલ શેક કરે છે.
મેં કૂડા કલંક ચઢાવિયાં, મેરા વહાલા છે; નાખ્યાં અણદીઠાં આળ, હાથ ન ઝાલ્યો છે. મેં પંખી ઘાલ્યા પાંજરે, મારા વહાલા જી; વળી જળમાં નાખી જાળ, હાથે ન ઝાલ્યો જી. મેં સાધુને સંતાપીયા, મારા વહાલા છે; મેં માય વિછોડ્યા બાળ, હાથ ન ઝાલ્યો છે. મેં કીડી દર ઉઘાડીઆ, મેરા વહાલા છે; વળી મરમની બોલી બોલ, હાથ ન ઝાલ્યો છે. અણગળ પાણી મેં ભર્યા, મારા વહાલા છે; મેં ગુરૂને દીધી ગાળ, હાથ ન ઝાલ્યો છે.
( શ્રી રૂપચંદ) આ વિલાપ ઉત્તરાના વિલાપને બરાબર મળતો આવે છે. આ પ્રસંગ ઉપર ઘણું સુંદર કવિત્વમય બાર માસીઓ રચાઈ છે. કેટલીક અતિ પ્રચલિત છે. આ બાર માસીએ જતુ વર્ણન અને નિસર્ગ વર્ણનથી ભરપૂર છે. કેટલીકમાં કવિઓએ રાજુલની વિરહદશા ઉપર વાસ્તવિકતાને કોરાણે મૂકી સામાન્ય કક્ષાની પરિણીતા વિયેગી સ્ત્રીઓ કામવરથી પીડાતી હોય અને જે વર્ણનો આપવામાં આવે તેવાં વર્ણને આપ્યાં છે. આ વસ્તુ ઔચિત્ય ભંગ કરનારી છે અને રાજુલ જેવી કુંવારી, પરમ
For Private And Personal Use Only