________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ::
નારી વિનાનું આંગણું, દેવર મેરા , જેમ અલૂણે ધાન, એ ગુણ તારા છે. નારી જે ઘરમાં વસે, દેવર મેરા છે, તે પામે પણ માન, એ ગુણ તારા જી. નારી વિના નર હાલી જિસ, દેવર મારા જી, વલી વાંઢા કહેશે લેક, એ ગુણ તારા છે.
( શ્રી રૂપચંદ) નારી વિનાનું આંગણું મીઠા વિનાના ખોરાક જેવું છે. જ્યાં સ્ત્રી હોય છે તે ઘેર જ મહેમાનોનું સારું સ્વાગત થાય છે. નારી વિનાને પુરૂષ હાલી (મવલી) જે ગણાય છે અને લોકો તેને વઢે કહે છે, પરંતુ નેમજી સમજતા નથી. ભાભીઓ બી વિલક્ષણ ઉપાય કરે છે. નેણકટાક્ષ, અંગમરોડ, વેધક વચને, વેણી ઉછાલન, અંગુલીથી ગલીપચી અને કુચપ્રહાર જેવાં અનેકવિધ સ્ત્રીતિનાં સબળ અને સચોટ હથિયારનાં ઉપગ કરે છે. તેનું રસિક વર્ણન કરતાં વાચક માનવિજયજી લખે છે કે:
કઈક તાકી મૂકતી. અતિ તીખાં કટાક્ષનાં બાણ રે; વેધક વલણ બંધૂક ગોળી, જે લાગે જાયે પ્રાણ રે. અંગુલી કટારી દેચતી, ઉછાલત વેણી પાણ રે; સિથો ભાલા ઉગામતી, સિંગી જલ ભરે કાક બાણ રે. કુલદડા ગળા નામે જે સત્વ ગઢે કરે ચેટ રે;
કુયુગ કરિયુંભ લે, પ્રહરતી હૃદય કપાટ રે. તે પણ નેમજીને કાંઈ અસર થતી નથી અને મોહસુભટ દશે દિશામાં ભાગી જાય છે.
શીલ સનાહ ઉન્નત સત્વે, અરિ શસ્ત્રને ગેળા ન લાગ્યા રે;
સેર કરી મિથ્યા સવે, મેહ સુભટ દસે દિસે ભાગ્યા રે. ભાભીઓ દિયર સાથે નિર્દોષ ભાવે કેટલી હદ સુધી છુટ લઈ શકતી અને ધીંગામસ્તી કરી શકતી તેને પણ આ કાવ્યથી સુંદર ખ્યાલ આવે છે. કદાચ આ યુગના શિષ્ણવર્ગમાં આ જાતનું તેફાન વધુ પડતુ અને નિર્લજજ ગણાઈ જાય. સમજાવટ આગળ ચાલે છે.
અહો હે હેરી ચલો સખી, નેમ વ્યાહ મનાય, અહ૦ હુકુમ ભયો રે અબ મેરલીધર, ભર હો ગુલાલકી જેરી; કંચન માટ ભરે કેશર, મૃગમદ અંબર ઘેરી.
અહ૦
For Private And Personal Use Only