________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ મને ઘણો ભાગ બાહ્ય શૃંગારથી લચી પડત, કવચિત્ બિભત્સમાં પણ પરિણમે છે અને રસિકતાનો અતિરેક થતાં સુરચિભંગ કરે છે. તેમ– રાજુલના વસ્તુમાંથી પ્રકટેલાં કાવ્ય આનાથી તદ્દન ઉલટ પ્રકારનાં છે. મર્યાદિત શૃંગાર અને વૃત્તિઓના નિખાલસ આલેખનથી આ કાવ્યો સુરૂચિમાં વધારે કરે છે અને ઉંચા પ્રકારની રસવૃત્તિ પ્રદર્શિત કરે છે. મોટા ભાગનાં કાવ્ય સંસારથી વિરક્ત ત્યાગી પુરૂષના હાથે લખાયેલાં હાઈ ભક્તિપ્રધાન જ રહેલાં છે.
નેમ–રાજુલના પ્રેમપ્રસંગો ઉપર આળેખાયેલાં કાવ્યોમાં ઉંચા પ્રકારનું કવિત્વ અને ઉમિવિધ્ય ભરેલું છે. નાજુક પ્રસંગેનું આલેખન તદ્દન નાજુકાઈથી થયું છે. તેમ–રાજુલને પ્રેમપ્રસંગ અધુરે અટકી ગયેલો એટલે પરિણીતાવસ્થા અને સંગ પછીની વિરહદશાનો તેમાં તદ્દન અભાવ છે. દેહલાલસા સિવાયને તેમનો પ્રેમ માત્ર સાત્વિક છે. નેમ સાથે પ્રત્યક્ષ મિલન નહિ થવા છતાં રાજુલ એક સાચી આર્ય રમણીને શેલે તેવા પ્રેમનું નિદર્શન કરાવે છે. જયા-જયન્તમાં કવિ ન્હાનાલાલે રજુ કરેલ આદર્શ ઘણાને કૃત્રિમ, કલ્પનામય અને આચરણમાં ન મૂકી શકાય તેવો લાગે છે; પરંતુ એ ભવ્ય આદર્શ રાજુલે જીવનમાં ઉતારી બતાવ્યો છે. મનથી વરી ચૂકી એટલે તનથી પણ વરી ચૂકી એ સૃજનજૂની આર્ય ભાવનાને તે પ્રત્યક્ષ કરી બતાવે છે, તેથી રાજુલ પરમ પ્રેમમૂર્તિ છતાં નૈષ્ઠિક બ્રહ્મચારિણી છે અને તેનામાં આ બે વિધાભાસી તત્ત્વોને સુમેળ સંધાયો છે. પ્રેમની જલદતા તેને પતિને રાહે ચાલી આત્મસાધના કરવા તરફ દેરે છે અને અંતમાં ક્ષાધિકારિણી બનાવે છે. - કવિઓનાં હૃદય હલમલાવતો અને તેમનામાં પ્રેરણા પ્રકટાવતો નેમજીવનને પ્રથમ પ્રસંગ શ્રીકૃષ્ણની પત્નીઓ અને નેમજીની ભાભીઓ, બ્રહ્મચારી જીવન ગાળવાની આકાંક્ષા સેવી રહેલા નેમજીને લગ્ન કરવાનું સમજાવે છે ત્યારે આવે છે. પરિણુત જીવનના ફાયદા, કુંવારા જીવનના ગેરફાયદા અને જીવનમાં પત્નીની જરૂરીયાત વર્ણવતાં દુન્યવી ડહાપણ અને સમાજજીવનને પણ કવિઓએ અચ્છો ખ્યાલ આવે છે. રાધિકા અને બીજી કૃષ્ણની ભાર્યાઓને મજીને લગ્ન કરવા સમજાવે છે –
વિવાહ માને નેમજી, દેવર મેરા છે, મને કરવાના બહુ કડ, એ ગુણ તારા છે.
For Private And Personal Use Only