________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ
શિક્ષણુની પદ્ધતિ એક ખીન્ત સાથે સઘર્ષણ કરનારી હોય છે ત્યારે ધાર્મિક સમાજનું સામાજિક અસ્તિત્વ ભયમાં આવી પડવાની ભયંકર ભીતિ રહે છે. ત્યાગી મહાત્માએ જેએ સંસારના ત્યાગ કરી કેવળ આત્માન્નતિના પથે વળેલા હાય છે તેએને માટે ધાર્મિક શિક્ષણ મુખ્યતયા જરૂરનું છે, છતાં તેઓ પણ પોતાનું તે શિક્ષણ વ્યાવહારિક શિક્ષણ સિવાય સાનુકૂળપણે આગળ વધારી શકતા નથી અને ધર્મના ખરા પ્રભાવક ભાગ્યે જ થઈ શકે છે. ગૃહસ્થા, જેઆને અનેક પ્રકારની સાંસારિક જંજાળે! વળગી રહેલી છે, તેઓને માટે વ્યાવહારિક શિક્ષણ ખાસ જરૂરી હાવા છતાં, ને એ શિક્ષણ ધાર્મિક દિશાથી ઉલટી દિશામાં જતુ હાય તા તે પોતાનુ તેમજ સમાજનું વિશિષ્ટત્વ ટકાવી શકે તેમ નથી, એટલું જ નહિ પણ તેના ઉત્તરશત્તર હાસ કરનાર નીવડે છે.
મનુષ્યની શક્તિઓ અને વૃત્તિઓના સારી દિશામાં વિકાસ કરવા એ શિક્ષણનું કામ છે. તેમાં શરીર, મન અને આત્મા એ ત્રણેના વિકાસ આવી જાય છે. નિરોગી શરીર અને નિરોગી મન મનાવી આત્માની નિર્મળતા વધે એ એના આદશ હાવા જોઇએ. ધાર્મિક શિક્ષણ વિના શારીરિક શિક્ષણ નિરક છે અને બુદ્ધિની વિકાસતા પણ સાર્થક નથી. શારીરિક અને માનસિક શિક્ષણ ઉંચા પ્રકારનુ મળે અને તેથી શરીર તથા બુદ્ધિને પ્રબળ વિકાસ થાય, છતાં ધર્મ પ્રત્યે પ્રીતિ ન જાગે, ધાર્મિક આચાર અને વિચાર તરફ્ ઉલ્લાસ ન થાય, એટલુ' જ નહિ પણ તેના તરફ તિરસ્કાર આવતા જાય, તા એ શિક્ષણ પેાતાના હાથે પેાતાના પગમાં કુહાડાના ઘા કરવા જેવું જ ગણાય.
આથી આપણે નીચેનાં અનુમાના ઉપર આવવું પડે છે:——
[૧] દરેક ગૃહસ્થને વ્યવહારિક શિક્ષણની ખાસ જરૂરીઆત છે. વ્યાવહારિક શિક્ષણ વગર તેએ પાતાનુ ગૃહસ્થત્વ દીપાવી શકતા નથી અને ટકાવી શકતા પણ નથી. એ શિક્ષણ જેટલા પ્રમાણમાં વિશેષ મેળવી શકે તેટલા પ્રમાણમાં ગૃહસ્થ તરીકેના એના દરો ઉંચા થાય અને આ પ્રમાણે વ્યક્તિગત દરજજો વધે એટલે સમિષ્ટના પણ વધે તેથી સમાજના દરો પણ ઉંચા થાય.
[૨] એથી ઉલટુ જેટલા પ્રમાણમાં એ શિક્ષણ એછું મેળવી શકે તેટલા પ્રમાણમાં એના પાતાને દરજજો અને તેની સાથે સમાજના દરજ્જો ઘટે.
For Private And Personal Use Only