________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણૅ મહાત્સવ ક. : :
એ વખતે મેાતીશા શેઠના ચીનની સાથે ધમધેાકાર વેપાર ચાલતા. એમની સંપત્તિ, લેાકકથાને જ એક વિષય બન્યા હતા. મુખઇના અગ્રગણ્ય વેપારીઓમાં શેઠ મેાતીશાનુ નામ બહુ ઉચ્ચ સ્થાન ધરાવતું.
८७
મેાતીશા શેઠ શ્રી શત્રુંજયની યાત્રા કરવા આવ્યા અને એમને પેાતાને પેાતાની સંપત્તિના સદ્વ્યય કરવાની સ્ફુરણા જાગી. શત્રુજયના ખન્ને શિખરા, મદિરાને માથે ઝગઝગતા કળશેાથી ઉભરાતાં એમણે જોયાં. નવા મ ંદિર કે નવી ટુક માટે એમને કાંઇ પૂરતુ સ્થાન ન લાધ્યું,
અચાનક એમની નજર એ ટેકરીઓની વચ્ચે રહેલી કુદરતી ઉંડી ખીણ ઉપર પડી. ખીણને તળીયે વરસાદનું પાણી જમતુ. એને લેાકા, એ વખતે કુતાસરને નામે ઓળખતા.
આ ખાડા ન પૂરાય ? એ શિખરની વચ્ચે એક ભૂમિખંડ ન રચાય ? વ્યાપારના વિકાસનાં સ્વપ્ન નીરખનાર મુંબઇના એ શહેરીએ પેાતાની જાતને અસ્ફુટપણે પ્રશ્ન પૂછ્યો. ખીણને મથાળે ઉભા રહી ખરચના થોડા અડસટ્ટો પણ કરી જોયા.
એ વખતે તી ના તેમજ પાલીતાણાના વહીવટ શેઠ શ્રી હેમાભાઇને હસ્તક હતા. મેાતીશા શેઠે પેાતાના મનેાભાવ હેમાભાઇ શેઠને સભળાવ્યા. હેમાભાઇ આશ્ચર્ય સ્તબ્ધ બની મુખઇના સાહસિક વેપારીની વાત સાંભળી રહ્યા. એમણે પ્રકટપણે એ યાજનાના વિરોધ તા ન કર્યાં પણ ખીણ પૂરાવવી એ બહુ વિકટ-ખોળ યેાજના છે એમ તા એમને જરૂર લાગ્યુ
કેટલાકેાને એ વાત છેક અસભવિત લાગી. ખીણુ પૂરીને નવી ભૂમિ ઉપસાવવી એ મનુષ્ય-પ્રયત્નના પ્રદેશ મ્હારની વાત ગણી કાઢી.
પણ મેાતીશા શેઠને નિશ્ચય મક્કમ હતા. ભૂતકાળમાં ન બન્યું એટલે વત માનમાં અને ભવિષ્યમાં ન જ અને એ વાત એમણે હસી કાઢી.
સાની અાયમી વચ્ચે શેઠ, એક મગળ મુહૂત્ત શ્રી સિદ્ધાચળની એ ખીણ પાસે જઇને ઉભા રહ્યા. આ વખતે તેઓ પેાતાના મીસ્ત્રીએ અને શેઠ હઠીશગ કેશરીશગ વિગેરે મિત્રાની સાથે આવી પહોંચ્યા હતા. ખીણને તળીયે પહોંચવા માટે પાલખા અને નીસરણીઓ પણ તૈયાર થઈ ગઈ હતી. શેઠ અને શ્રી હેમાભાઇ માંડમાંડ તળીયે જઇ ઉભા રહ્યા.
ખાતમુહુર્ત્તની વિધિ ચાલતી હતી તે વેળા શ્રી હેમાભાએ નીચે ઉભા રહી સ્હેજ ઉપર નજર ફેંકી. એમણે 'ડાઈનું માપ મનમાં કર્યું અને
For Private And Personal Use Only