________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ
મરાલ ( હંસ)
હંસની પાસે ક્ષીર-નીર ભેળવીને મૂકવામાં આવે છે તે દૂધને ગ્રહણ કરશે અને પાણીને રહેવા દેશે. તેની ચાંચમાં કુદરતી રીતે ખટાશ રહેલી હોય છે એટલે તેના બળે કરીને હંસ જ્યારે પાત્રમાં ચાંચને બળે છે ત્યારે ચાંચમાં રહેલી ખટાશના કારણથી જેટલું દૂધ હોય તે દહીંના જેવું કોકડુ વળી જાય છે અને તેને હંસ ગ્રહણ કરી લે છે, પાછળ પાણી રહી જાય છે તેને તે ત્યાગ કરે છે. હંસને આ પ્રકારને જતિસ્વભાવ જ છે. તેવી જ રીતે જેઓ હંસ જાતિના શ્રોતાઓ હોય છે તેવાની પાસે ગમે તેવી ચોગ્ય-અયોગ્ય વાતને ભેળવીને મૂકવામાં આવે તો પણ તે તે પિતાની વિચક્ષણ એવી વિવેકશક્તિરૂપ ચાંચના બળે કરીને જે સમ્યગૂ હશે, આત્મહિતકર હશે, શાસ્ત્રસંમત હશે, કોઈને દુઃખના હેતુભૂત નહીં હોય એવી બાબતોને જ ગ્રહણ કરશે. તત્ત્વને તે તારવી લેશે અને પાણીરૂપ નિરર્થક વસ્તુઓને તે રહેવા દેશે. તે કદી પણ ભળતી વસ્તુમાં નહીં સપડાય. સદા હંસની જેમ સત્યના પરીક્ષક જ હશે.
આ પ્રમાણે આ પ્રકારના ઉત્તમ શ્રોતાઓને વર્ણવ્યા છે. તે જાણીને તેવા ગુણોને આપણામાં વિકસાવવા માટે પ્રયાસ કરવો તે હળુકર્મી પણાનું લક્ષણ છે. હળુકમપણાથી પાત્રતા પ્રગટે છે. પાત્રતા પ્રગટ થયે તે પાત્રમાં વહુ સ્થિર થાય છેરહી શકે છે અને ઉચ્ચ વસ્તુના બળે કરીને આત્માનું ઊર્ધ્વગમન થાય એ સુવિદિત છે. એ હળુકમ પણું, એ પાત્રતા અને એ ઉચ્ચ વરતુ લેખક, વાંચક સવમાં પ્રગટ થાઓ એવી સદ્દભાવના રાખીએ. અસ્તુ ! તેં હાનિત
રાજપાળ મગનલાલ હરા.
એ દેશાચાર !
ધન્ય છે તને, તારા વર્ણ વી ન શકાય એવા મહિમાનાં હું શાં શાં વખાણું કરું? તું તારા આશ્રિતોના પગ લોઢાની બેડીઓ વડે એવા તે જકડી રાખે છે કે તને તારી સત્તા ચલાવવામાં કોઈ દિવસ અડચણ ન આવે! એ દેશાચાર ! એક વાર તારા પંજામાં સપડાયેલો દાર ગુલામીના ખાડામાં ઉડે ને ઉડો ઉતરતે જાય છેતારો ભક્ત પળે પળે તારું જ ધ્યાન ધર બેસી રહે છે. શાના આદેશ અને ઉપદેશ પણ દેશાચાર કે રૂઢી પરંપરા પાસે તુચ્છ ગણાય છે. દેશાચારનો દાસ પરાપૂર્વની પરંપરાને જ ગમે તે ભોગે વળગી રહે છે. હિતાહિતની બધી શક્તિ હરી લેનાર એ દેશાચાર! તને ધન્ય છે. તારા પ્રતાપે ધમ પણ ઉપેક્ષાને પાત્ર બને છે; શાસ્ત્ર પણ અશાસ્ત્ર ગણાય છે. રાજા-મહારાજાની સત્તા કરતાં પણ તારી સત્તા વધુ ઉંડી છે. તારા સામ્રાજ્યની બલિહારી છે !
શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
For Private And Personal Use Only