________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક ::
૭૯ સ્વભાવવાળા શ્રોતાઓ પણ વખતે કે કવખતે, દિવસે કે રાત્રે, ગમે ત્યારે પણ તેને તે આત્મિક લાભ પ્રાપ્ત કરવાનું લક્ષબિન્દુ બંધાઈ ગયું હોવાથી જ્યારે જ્યારે સત્સંગનો લાભ મળે ત્યારે ત્યારે તેવા શ્રોતાઓ તે લાભને ઉઠાવવામાં લેશ પણ વિલંબ નહીં જ કરે અને ઉત્તમ વકતા પાસેથી તે વાછરડાના દૂધ-ગ્રહણની માફક આત્મહિતકર એવી આગમવાણીરૂપ દુધધારાનું જે પાન કરી પોતાના આત્માને તૃપ્ત થયેલે માનશે. તે ઘડી તેને મન લાખેણી ઘડી હશે. એવા સમાગમ જ્યારે દુર્લભ હોય ત્યારે તે પોતાને અધન્ય માનશે. તેની શોધમાં જ તે ત્રિકરણ યોગો પરોવાયેલા રહેશે.
સુપડામાં કાંકરા-કચરા આદિ કસ્તરવાળું અનાજ નાખવામાં આવે અને તેને સેવામાં આવે ત્યારે જે નકામું–નાખી દેવા લાયક કચરો, કાંકરા વિગેરે હોય તેને તે સુપડુ ઝાટકવાથી નીચે નાખી દેશે અને સારરૂપ જે અનાજ છે તેને સ્વચ્છ કરીને પોતાનામાં રહેવા દેશે. આ પ્રમાણે જે શ્રોતાઓ સુપ પ્રકૃતિના હોય તેની પાસે અનાજરૂપ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને કંકરરૂપ પ્રસંગને અનુસરીને કેટલીક વિનદાત્મક તેમજ અર્થ-કામની વાત મૂકવામાં આવે તે, સુપડું જેમ કચરાને ફેંકી દે છે તેમ તેવા શ્રોતાઓ બિનઆવશ્યક વાતોને ફગાવી દેશે અને જરૂરી એવા તત્વજ્ઞાનને જ પિતાના હૃદયમાં અને મગજમાં સ્થાન આપશે. ચકેર.
ચારને અને ચંદ્રને અવિહડ પ્રીતિ હોય છે. ચંદ્રોદય થાય ત્યારે ચાર પક્ષીને ખૂબ જ આનંદની પ્રાપ્તિ થાય છે. તેના હૃદયસાગરમાં હર્ષાવેશના મોજેઓ ઉછળે છે અને તે ચંદ્રને ભેટવા ચાહે છે. ચંદ્રમાં જ્યારે મધ્યાકાશમાં આવે છે ત્યારે ચકાર પક્ષી તેની સામે દ્રષ્ટિ રાખીને જમીન પર સૂઈ જાય છે અને ચંદ્રમામાંથી ઝરતું શીતળતા રૂપ અમૃતને તે પીધા જ કરે છે. આ અમૃતના બળે કરીને તે ચકોર પક્ષી અંગારાનું ભક્ષણ કરે છે છતાં પણ તેને તેની અંતર્ગત એકઠી થયેલી શીતળતાના કારણે તેને અંગારાની ઉષ્ણતા લેશ પણ જણાતી નથી. તે રીતે આ જાતિના જે શ્રોતાઓ હોય તેઓએ પણ ઉત્તમ મુનિરાજદિક વ્યાખ્યાનકારો પાસેથી શાસ્ત્રીય જ્ઞાનરૂપ સુધારસનું પાન કરેલ હોવાથી તેમ જ જ્યારે જ્યારે સત્સમાગમનો ઉમદા પ્રસંગે પ્રાપ્ત થાય ત્યારે ત્યારે ઉત્તમ એવા શાસ્ત્રજ્ઞાનરૂપ આત્મહિતકર સુધાપાન કરતા હોવાથી પૂર્વક ગે સંસારમાં રહે ત્યાં સુધી તેઓને સંસારના ત્રિવિધ તાપની અસર થતી નથી. આધિ, વ્યાધિ અને ઉપાધિની અગ્નિ જ્વાળાઓ વચ્ચે પણ તેવા શ્રોતાઓ તે બરફ જેવા શીતળ જ રહે છે. તે એમ સમજે છે કે-કર્મના યોગે આ સર્વ સંજોગો ઉપસ્થિત થયા છે. તે કર્મની થીયરી બતાવનાર આ શાસન મળ્યું છે. હવે અફસોસ શું કરે? હવે તે કર્મોને મીટાવવાના પ્રયત્ન કરો અને નવીન કર્મો ન બંધાય તેવી આગવ ી છે. -
For Private And Personal Use Only