________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ
હોય છે. એ અસરમાંથી આપણી સમાજના વિદ્યાથીઓને બચાવી લેવા માટે દરેક પ્રયત્ન કરવા એ આપણી સમાજના અગ્રગણ્યની ખાસ ફરજ છે. આપણા બાળકો અને યુવાને શાળા અને કૅલેજોમાં અપાતાં શિક્ષણથી દૂર રહી શકે નહિ અને તેમ તેઓને રાખી શકાય પણ નહિ. એ શિક્ષણ વગર છૂટકે જ નથી એમ પણ કહેવામાં આવે તો તે ખોટું નહિં કહેવાય, માટે જ તેને ધાર્મિક આચારવિચાર પરત્વે જે ખોટી અસર થતી હોય તે ન થવા પામે તેને માટે ખાસ પ્રયત્નની જરૂર રહે છે.
આ બાબતમાં ઉંડો વિચાર કરી કામ લેવામાં આવે તો કાર્યસિદ્ધિ અશકય તો નથી જ. તેને માટે તન, મન અને ધન ત્રણેની જરૂર છે, પણ તે ઉપરાંત મારા નમ્ર વિચાર પ્રમાણે અત્યંત દિલસોજીભરેલી લાગણી થી ભરપૂર અંત:કરણની ખાસ જરૂર છે. પિતાને મળેલાં કે મળતાં કિધી જેઓના આચાર કે વિચારમાં પરાવર્તન થતું કે થયેલું જોવામાં આવે તેઓ તરફ તિરસ્કારની બુદ્ધિથી ન જતાં અને અપમાન થાય તે પ્રકારનાં વચને ન વાપરતાં, આપણાં પોતાનાં વિચાર, વર્તન અને વનથી તેના ઉપર એવી છાપ પાડવી જોઈએ કે તેઓને સ્થાનિક આચારવિચાર તરફ પ્રીતિ અને ઉલ્લાસ થાય અને પિતાની વિરુદ્ધ વિચાર અને આચરણથી શરમાવું પડે. જે શક્તિ હોય તો દલીલોથી પ્રેમપૂર્વક તેઓના તેવા આચાર અને વિચારની અયોગ્યતા બતાવી તેઓના મન ઉપર સચોટ અસર ઉત્પન્ન કરવી જોઇએ. વિદ્યાથીઓના શિક્ષક તરીકે, વિદ્યાથીગૃહના સુપ્રીન્ટેન્ડન્ટ તરીકે, મુનીમ તરીકે અને આવા પ્રકારની બીજી અનેક જગ્યાઓમાં જે શોને રોકવામાં આવે તેઓ એવા પ્રકારના હોવા જોઈએ કે તેઓ પિતાના સહકર્તન, અભ્યાસ અને વિચારથી, વિદ્યાથીઓની ઉપર સુંદર છાપ પાડે અને તેઓના દિલ પોતાની તરફ આકર્ષી શકે. વિધાથીગૃહોના અને શિક્ષણ સંસ્થાના ઉત્પાદક અને સંચાલક પણ આવી વિશિષ્ટતાવાળ, હોવા જોઈએ. આ પ્રકારનો આપણો આદર્શ હોવો. જોઈએ અને તેને પહોંચવાને દરેક બનતા પ્રયત્નો થવા જોઈએ.
શિક્ષણ લેતાં બાળકે અને યુવાનોએ ખાસ લક્ષમાં રાખવાનું છે કે સમાજ તરફથી કે સમાજના વિશિષ્ટ અંગભૂત તરફથી તેઓના શિક્ષણ માટે જે તન, મન અને ધનને વ્યય કરવામાં આવે છે તેને મુખ્ય હેતુ એ હોય છે કે સમાજના વિદ્યાથીઓ સમાજના માનનીય
For Private And Personal Use Only