________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણૅ મહાત્સવ અંક.
[૩] એ શિક્ષણ એવી રીતે અપાતુ હાય કે જેથી ધાર્મિક આચારવિચાર। તરફ પ્રીતિ ન જાગતાં અને ઉલ્લાસ ન થતાં તે તરફ બેદરકારી કે તિરસ્કાર થાય તે તેા એ શિક્ષણ જ તે ધાર્મિક સમાજના નાશ કરવાવાળું થઇ પડે; તેથી વ્યાવહારિક શિક્ષણની સાથે સાથે ધાર્મિક શિક્ષણ જેથી ધાર્મિક આચારવિચાર ઉપર પ્રીતિ વધે અને તે પ્રત્યે ઉલ્લાસ થાય તેવું આપવુ અનિવાય રીતે આવશ્યક છે.
૮૩
ઉપર જણાવેલી તમામ હકીકત દરેક ધાર્મિક સમાજને એક સરખી રીતે લાગુ પડે છે. આપણી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજ પણ એક ધાર્મિક સમાજ છે. જે આપણા સમાજને ટકાવી રાખવા હાય, એને ઉન્નત બનાવવા હાય, દુનિયામાં એની હયાતીની જાણુ કરવી હાય અને એને માટે દુનિયાભરમાં માનમરતા વધારવા હાય, ટૂંકમાં કહીએ તે આપણા પવિત્ર ધર્મની ખરેખરી પ્રભાવના કરવી હાય અને સામાન્ય જનતાને પણ તેની રાગી કરવી હાય તા પ્રથમ પક્ષે જરૂરનું છે કે એ સમાજના બાળકો અને યુવાનેાને ધાર્મિક શિક્ષણની સાથે વ્યાવહારિક શિક્ષણ જેમ અને તેમ ઉંચા પ્રકારનું મળે તેવી તજવીજ થવી જોઇએ, જો તેમ નહિં થાય તે જેટલા પ્રમામાં એમાં ઉણપ રહેશે તેટલા પ્રમાણમાં રામાજની પ્રગતિ કમી સમજવી. ધાર્મિક શિક્ષણની સાથે આ શબ્દો ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે એ ધાર્મિક શિક્ષણ એવા પ્રકારનું હાવુ જોઇએ કે જેથી આપણા સમાજના જે જે ધાર્મિક આચાર અને વિચારો છે અને જેની વિશિષ્ટતાથી આપણે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તરીકે આળખાવામાં અભિમાન લઇ શકીએ છીએ તે તમામ આચાર અને વિચારા પ્રતિ આ વ્યાવહારિક શિક્ષણ લેનારા આપણાં બાળક અને યુવાન વિદ્યાથી આ સપૂર્ણ પ્રીતિ અને ઉલ્લાસ ધરાવે, તે તરફ કાઇ પણ પ્રકારે તિરસ્કારયુક્ત મનથી જોતાં શીખે નિહ. જો આ વિદ્યાથીઓ તે તરફ પ્રીતિ અને ઉલ્લાસ ધરાવતાં થાય નિહ, પણ તેથી ઉલટું તે તરફ બેદરકારી કે તિરસ્કાર દર્શાવનારા નીવડે તે તે તેએ જસમાજના હાસ અને નાશ કરનારા થાય.
હાલના સમયમાં શાળાઓમાં અને કાલેજોમાં જે પ્રકારનું શિક્ષણ અપાય છે તેની અસર કેટલેક અંશે જડવાદની પુષ્ટિ કરનારી અને આધ્યાત્મિક તેમજ ત્યાગમય આચારવિચારી તરફ અભાવ ઉત્પન્ન કરનારી
For Private And Personal Use Only