________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વહોરક કેળવણી
હિંદભરમાં આજે શિક્ષણને, ખાસ કરીને ધર્મશિક્ષણને પ્રશ્ન વિવિધ દષ્ટિબિંદુઓથી ચર્ચાઈ રહ્યો છે-વિચારાઈ રહ્યો છે. ધાર્મિકતા સૌ કોઈ વાંછે છેઃ વધતા જતા સ્વછંદઅસંયમ તરફ સૌ કોઈ ભયની દષ્ટિએ નિહાળે છે. આજની શિક્ષણપદ્ધતિ ઉપર ઉપરાછાપરી આકરા પ્રહાર પડે છે. ઉછરતી, યુવાન પ્રજાને ધર્મ-સંસ્કારી શી રીતે બનાવવી એનો રાજમાર્ગ હજી શોધા બાકી રહે છે.
શ્રીયુત બદામી મહાશયે, પ્રસ્તુત લેખમાં પિતાની શાંત-પ્રૌઢ અને સમભાવવાળી શૈલીમાં જૈન સમાજને લક્ષી એ જ વિષે ચર્ચા છે. આવતી કાલની પ્રજાને તેમજ કવચિત અકળાઈ જતા આજના ઉપદેશને એમણે સાવચેતીના બે શબ્દો કહ્યા છે. એમની જ ભાષામાં વાચક એ વાંચે અને પચાવે.
જુદા જુદા દૃષ્ટિબિન્દુઓથી શિક્ષણના અનેક પ્રકારે જોઈ શકાય છે, પરંતુ તેમાં મુખ્ય બે પ્રકાર ગણવામાં આવે છે. (૧) ધાર્મિક (૨) વ્યાવહારિક, ધાર્મિક શિક્ષણને મુખ્ય ઉદ્દેશ આત્માને ઉત્તરોત્તર વિકાસ કરીને આત્માનું મૂળ સ્વરૂપે પ્રગટ કરવાનું હોય છે અને વ્યાવહારિક શિક્ષણને મુખ્ય ઉદ્દેશ આ લેકના વ્યવહારમાં આપણને અનેક પ્રકારની અનુકૂળતા પ્રાપ્ત કરાવવાનું હોય છે. આ બન્ને પ્રકારનાં શિક્ષણ એકમેક સાથે એટલાં બધાં સંકળાયેલાં છે કે કોઈ પણ ધાર્મિક સમાજ બે પૈકી કેઈની પણ ઉપેક્ષા કરી શકે તેમ નથી. દરેક ધાર્મિક સમાજને ટકાવી રાખવા માટે અને તેને વિકાસ કરવા માટે બન્ને પ્રકારનાં શિક્ષણની ખાસ આવશ્યકતા રહે છે. જો કે વ્યક્તિગત શિક્ષણમાં એક યા બીજા પ્રકારના શિક્ષણની મુખ્યતા યા ગણતા રાખી શકાય, તો પણ સમષ્ટિને આપણે વિચાર કરીએ ત્યારે આપણે બન્ને પ્રકારનાં શિક્ષણ પરત્વે ખૂબ લક્ષ આપવાની જરૂર રહે છે. એ બન્ને પ્રકારનાં
For Private And Personal Use Only