________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. :: ગૃહસ્થ નીવડે અને આપણા પવિત્ર ધર્મના આચારવિચારોનું વિશુદ્ધપણે પરિપાલન કરે છે જેથી જગતભરના લેકે આપણા પવિત્ર ધર્મ તરફ માનની દષ્ટિએ જોતાં થાય અને ધર્મની પ્રભાવના થાય. દરેક શિક્ષણ લેનારાં બાળક અને યુવાને આ હેતુ પાર પાડવામાં સંપૂર્ણ વફાદારી ભરેલું વર્તન રાખવું જોઈએ. એમાં કોઈ પ્રકારને દંભ રાખવો જોઈએ જ નહિ. અમુક વિશેષ સંજોગોમાં કઈ કઈને કઈ કઈ ધાર્મિક આચાર, અમલમાં મૂકવાનું બની ન પણ શકે, પણ જ્યારે આમ બને ત્યારે પિતાનું તેટલું કમી પણ છે એમ માની પોતાના વિચાર અને શ્રદ્ધા તે દઠ જ રાખવા જોઈએ અને આચારની ગલતી માટે ખરા જીગરથી પશ્ચાત્તાપ થયા કરે જોઈએ, તેમજ અંદરના શુદ્ધ વિચારેને અનુસરતું વર્તન કરવાને પ્રસંગ ક્યારે પ્રાપ્ત થાય એવી તીવ્ર અને ભાવના રાખવી જોઈએ. જે કઈ ધાર્મિક બાબતની યોગ્યતાની બાબતમાં મનમાં શંકા રહેતી હોય તો તેવા પ્રસંગે પિતાની જ કે પિતાના જેવા બીજાની બુદ્ધિથી વિચાર કરી ચાલુ માન્યતાની વિરુદ્ધ વિચાર બાંધી દેવાની ભૂલ કદી કરવી નહિ, પણ આવી શંકાઓની નોંધ રાખી ધર્મશાસ્ત્રમાં નિષ્ણાત પવિત્ર સહધમીએ કે સગુરૂઓ પાસે ખુલ્લા દિલથી તે બાબતમાં ચર્ચા કરી સમાધાન મેળવી લેવું જોઇએ. ધાર્મિક આચારવિરારને લગતા શાસ્ત્ર સિદ્ધાંતમાં અનેક પ્રકારના શંકાસમાધાન હોય છે જે આપણને જાણ થતાં જુદા જ પ્રકારનો સંતોષ થાય છે.
વિદ્યાથીવર્ગ અને વિદ્યાથીગૃહો તથા શાળાઓમાં રસ લેનારા અને તેની સાથે સંબંધ ધરાવનારા સર્વે આ પ્રકારનું માનસ કેળવી પિતા પોતાનું વર્તન રાખે તે વ્યાવહારિક શિક્ષણ જે દરેક ગૃહસ્થને ખાસ આવશ્યક છે તેનો માર્ગ અત્યંત સરળ થાય અને સર્વ કોઈને તે પ્રિય થઈ પડે. આપણી સમાજના વિદ્યાર્થીબંધુઓ સતેજ ધર્મભાવનાવાળા થાઓ એ જ પ્રાર્થના.
સુરચંદ પુરૂષોત્તમદાસ બદામી
બી. એ. એલએલ. બી.
For Private And Personal Use Only