________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક :
૭૭ ખાવા મંડશે અથવા તે આમાં શું નવું સાંભળવાનું છે? એમ કહીને ઉડી જશે. તેને તે જ્યાં ગપાટાપાટા ચાલતા હોય, ગપગેઝેટ વંચાતી હોય, હાસ્યવિનોદ અને કુતુળકારી મેલ થતા હોય, બાવન પાનાનો ગંજીપ કે પાટ રમાતી હોય, રાજકથા. કથા, ભકત(ભજન )કથા, સ્ત્રીકથા આદિ વિકથાઓ થતી હોય, તે સ્થાને જ માખીની જાતના શ્રોતાઓને રસ પડે છે. ચલણી.
ચાલણીમાં લોટ નાખી ચાળવાથી લોટ નીચે પડી જશે અને ભુંસું, ફોતરા અને બીજે કચરો હશે તે ચાલણીની અંદર રહી જશે. તેવી જ રીતે ચાલણના સ્વભાવવાળા શ્રેતાઓ પણ આખું ભાષણ કે વ્યાખ્યાન સાંભળશે ખરા, પરંતુ ચાલણીની માફક ઉત્તમ તીરૂપ વસ્તુઓને તે નહીં સ્વીકારે. ચાલણીમાં જેમ પ્રાંત ભુંસું અને કચરો રહે છે તેમ આવા શ્રોતાઓ પણ ઉત્તમ વ્યાખ્યાનમાંથી પિતાને અનુકુળ એવી વિપયાદિકની વાત કે હાસ્યવિનોદની વાતને યાદ રાખીને તેવા વિષયને ગ્રહણ કરશે. બાકીના ઉત્તમ ભાગને નીચે સરકાવી દેશે. વક્તાને તો પ્રસંગોપાત બધા રગ વ્યાખ્યાનમાં રેલાવવા પડે છે અને ધાર્મિકની સાથે વ્યવહારિક દષ્ટ પણ આપવા પડે છે, પરંતુ ઉત્તમ જનો તે તેમાંથી ગ્રહણ કરવા યોગ્ય તત્ત્વને જ લે છે. જ્યારે ચાલની પ્રકૃતિવાળા શ્રોતાઓ પિતાને મનગમતી એવી વિષય-વિનેકરૂપ કચરા જેવી વાતોને ગ્રહણ કરે છે.
ઘુડ.
ઘુવડને એ જાતિ સ્વભાવ છે કે સૂર્યનો ઉદય થાય એટલે તેનું જગત અંધકારમય થઇ જાય છે અર્થાત સૂર્યોદયથી તેની ચક્ષુઓ મીંચાઈ જાય છે અને તેથી એ તો સૂર્યને જ શ્રાપ દીધા કરે છે. તેને પ્રાપ્ત થયેલ અંધકારનું કારણ પણ સૂર્ય છે એમ જ તે માને છે. સમસ્ત વિશ્વને પ્રકાશ દેનાર સૂર્યને પણ અંધકારદાતા કહે તે દષ્ટિનો જ દોષ છે ને ? આવી જતને શ્રોતાઓ જ્યાં વસતા હોય ત્યાં સજજન અને પરોપકારી તેમજ અજ્ઞાનરૂપ તિમિરને દૂર કરી ઉત્તમ પ્રકારના જ્ઞાનને દેનાર વકતા પિતાની વસ્તૃત્વ શક્તિને જયારે રેલાવે છે ત્યારે આ પ્રકારના શ્રેતાઓ દખભેદના કારણથી આવી ઉત્તમ વસ્તુમાં પણ અંધકાર ભાળે છે અને તેથી મનમાં તેવાઓ એમ ઇચ્છે છે કે જલ્દી આ લપ ટળી જાય તો ઠીક થાય. આવાઓની પાસે બેસવું તે ભેંસ આગળ ભાગવત વાંચવા બરાબર છે.
ઉપર દર્શાવેલા છ પ્રકારના મધ્યમ (મધ્યમ એટલા માટે કહ્યા છે કે આવા સાંભળવા આવે છે પણ તેનો યથાર્થ લાભ ઉઠાવી ન શકે તેથી મધ્યમ ) શોતાઓના પ્રકાર વર્ણવ્યા છે. એ ઉપરથી આપણી અંદર તે માટેનું કે! દુષણ હોય તો તેને ટાળવા પ્રયાસ કરે એ સરળપણાનું લક્ષણ છે.
For Private And Personal Use Only