________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહેસવ અંક. :: અનુવાથી તે જરૂર થી | વૈ િહિન્દુધર્મ સુત મનોર ચા....જાવી सदी ( इसवी ) में रामानुजाचार्यने जन्म लीया और वैष्णवधर्मकी नींव डाली तथा वैष्णव-पंचरात्रको फिरसे प्रचलित किया-"
ભકિતધર્મ ગારરસને, છેક છેલ્લા ખૂણામાંથી ખેંચી લાવે છે. અને એ રસને બગડતા પણ બહુ વાર નથી લાગતી. કૃષ્ણ અને રુકિમણીના રંગારગીત પૂરાં થયાં-ન થયાં, એટલામાં તો રાધા જેવી સ્ત્રી સાથે જ કૃષ્ણનાં ફાંગારગીત શરૂ થઈ ચૂક્યાં.
તપશ્ચર્યા અને કઠણ વ્રત–નિયમનાં બંધને ખસી પડ્યાં હતાં. મુસલમાની રાજઅમલ સાથે અમર બનેલી વિલાસિતા આ દેશના નિવાસીઓમાં પણ પ્રવેશ પામી ચૂકી હતી. શ્રી વર્માજી તો એટલે સુધી માને છે કે મુસલમાની બાદશાહએ જ પિતાની રાજસત્તા મજબૂત બનાવવા હિંદુઓના કાનમાં ફાગારરસનું સંગીત રેવું. સુખ અને વૈભવમાં વસતા, હિંદુ સરદાર, જમીનદારો એ શૃંગારના ઘેનમાં ચકચૂર રહેવા લાગ્યાં. રાજદરબારમાં વિલાસ-વૈભવની છોળો ઉડતીઃ ઘરમાં વાસનાઓનાં વહેણ બહેતાં અને મંદિરમાં પણ ભક્તિના બહાને રાધા-કૃષ્ણ કે સીતારામનાં અવનવાં શૃંગારરસ સંભળાતા. જાણે કે સમરત હિંદુસમાજ, ગારના એક પ્રબળ પૂરમાં તણાતો જતો હોયની ?
નોબત એટલે સુધી ગગડી ચૂકી કે ગીતગોવિંદના કત્તાં જયદેવ, વિદ્યાપતિ દારે અને સુરદાસજી વિગેરેએ, સંયમ કે મર્યાદાનાં જે આછાં ચીર બાકી રહ્યાં હતાં તે પણ ચીરી નાખ્યા. શંગાર, વિલાસિતાને સીમાડા ખ્વાર ખેંચી ગયો. જેનદર્શન કે જેનધર્મના તપસ્વીઓ સિવાય એ અનર્થને રોકવા કઈ શક્તિમાન ન રહ્યું.
જેનસમાજની ભક્તિભાવના ઉપર એ ગાર તેમ જ વૈભવનાં છાંટા ઉડ્યા. ચૈત્યવાસીઓએ વૈષ્ણવધર્મના પ્રભાવને રોકવા, કેટલીક તરકીબો રચી. આજે પણ એની અસરમાંથી આપણે મુક્ત નથી.
સાહિત્યનો પ્રભાવ મંદિરની માત્ર દીવાલમાં જ નથી સમાઈ જતો. લેકજીવન ઉપર તેની વેલંત અસર પડે છે. શૃંગારના સાહિત્ય, યોદ્ધાઓના હાથમાંથી શસ્ત્ર ઝુંટવી લઇ, હોળીની રંગભરી પીચકારીઓ આપી. વીરતાને ગીત પડાવી લઈ ફાગફટાણું આપ્યા. પરતંત્રતાની વેદના પણ એ શૃંગારના ગીતાએ ભૂલાવી દીધી.
આજનો જનસમૂહ હજી એ પાપનું પૂરું પ્રાયશ્ચિત્ત કરી શકી નથી. આજે કોઈ કવિ કે ગીતકાર એમ કહી શકશે કેઃ “સરકાર ભલે કાયદાઓ રચે–ત્યાં સુધી મારામાં ગીત રચવાની શક્તિ છે, ત્યાં સુધી હું ઘેર ઘેર જઇને સાચી સ્વતંત્રતાને, સાચી સમર્પણતાને સંદેશ પહોંચાડીશ; વૃદ્ધો, યુવાને અને બાળકોના ઠંડા પડી ગયેલા લોહીમાં સાત્વિક તાપ પ્રકટાવીશ?”
For Private And Personal Use Only