________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
સુવર્ણ મહોત્સવ અંક. ??
હોયશાલ વંશના રાજાઓ ન ધમાં હતા. તેઓ યુદ્ધ અને રાજનીતિમાં પણ પૂરે પૂરા પ્રવીણ હતા. એમણે નિમવેલા, શિલ્પકળાથી ભરપૂર દેવાલયો આજે પણ દક્ષિણહિંદમાં ઉભા છે. (યશાલ રાજાએ પોતાના અંગત અંતઃપુર, મહેલ કે ભોગપભગ પાછળ ભાગ્યે જ બહુ ખર્ચ કરતા. દેવાલયોને શિલ્પકળાથી શણગારવામાં જ, એમણે જીવનની સાર્થકતા માની હતી. હાયપાલ વંશના રાજાઓએ રચાવેલા દેવાલયોની આજે પણ વિદ્વાન મુક્તકંઠે સ્તુતિ કરી રહ્યા છે.
ભાવનાનું પરિબળ–
એક ગામમાં બે ભાઈઓ રહેતા. ખાધેપીધે સુખી હતા. સંપથી સાથે વસતા.
એ ગામમાં એક દિવસે મુનિરાજ આવી ચડ્યા. ગામમાં બીજું કઈ સારું સ્થાન ન મળવાથી, પેલા ભાઈઓના ઘર પાસે જે થોડી ખાલી જગ્યા પડી હતી ત્યાં મહારાજ છે. માટી ભાઈ લ્હાર ગયો હતો, ત્યારે તેના ઘરમાં હતા. તેણે સામે જઈ મુનિરાજને વાંદ્યા–સારું સ્વાગત કર્યું.
એટલામાં મોટો ભાઈ આવ્યો. મુનિરાજને જોતાં જ એ છે ભરાયે. આખા ગામમાં બીજે કયાંઈ જગ્યા ન મળી તે અહીં અમે જમાવ્યો ? આવો વિચાર કરતાં તે ઘરની અંદર ગયો. આ કોણે આ સાધુને અહીં બેસવા દીધા ? * મોટો ભાઇ ઘરમાં દાખલ થતાં જ તાડુક્યો.
મેં એમને બેસાર્યા છે. તપસ્વી રૂપ છે. આપણું શું લઈ જવાના હતા ? ખાલી જગ્યા પડી છે ત્યાં બે ઘડી આરામ લેશે અને પછી પોતાના માર્ગે ચાલ્યા જશે. સદ્દભાગ્ય સમજે ને કે આવા સંત આપણે આંગણે પધાર્યા. નાના ભાઈ બોલ્ય.
“જે-જે ધરમની પૂંછડી થઈ ગયો છે તે ! કાઢી મૂક ઘરની બહાર ! નહિંતર પછી મારો ક્રોધ તો તું જાણે છે ને ? પરિણામ સારું નહીં આવે ! ” મોટા ભાઈએ યુદ્ધને શંખનાદ ફૂંક.
મુનિરાજે મ્હાર બેઠા બેઠા એ વિવાદ સાંભળ્યો. પિતાના નિમિત્તે કોઇને મનદુઃખ થાય એ એમને અસહ્ય લાગ્યું. તેઓ તે તરત જ ત્યાંથી ચાલી નીકળ્યા.
ભાઇને વિવાદ વધી પડ્યો. રજમાંથી ગજ થઈ ગયું. કોણ જાણે કેમ આ પહેલી વાર બન્ને ભાઈઓ વચ્ચે ખૂબ વાયુદ્ધ મચ્યું.
બોલાચાલી ઉપરથી બન્ને ભાઈઓ મારામારી ઉપર આવી ગયા. ઘરમાં એવું કોઈ મોટું માણસ હેતું કે એમને વારે-સમજાવીને શાંત કરે.
For Private And Personal Use Only