________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. :
(૪) લિચ્છવિના નવ વિભાગોમાં જ્ઞાતૃઓ મુખ્ય હતા. એ એટલા શકિતસંપન્ન હતા કે મગધરાજ પણ એમનાથી બહુતા. લિછવિના ભયથી, મગધરાજે પાટલીપુત્રને કીલ્લો બાંધ્યો હતો. ઈ. સ. એથી સદીમાં ગુણોને આ લિવિઓને મહેટ આધાર હતા. પાંચમી સદી પછી એને મને નથી લાગતો.
આ જેથરીયા આજે પોતાને બ્રાહ્મણ તરીકે ઓળખાવે છે. વિદ્યાને લગભગ અભાવ છે. ખેતી યા તે મજુરી ઉપર એમને નિર્વાહ ચાલે છે. એક જમીનદોસ્ત બનેલા મંદિરના પત્થર જેવી જ એમની સ્થિતિ છે. રે ! કાળપ્રભાવ ! !
યશાલઃ જૈન રાજવંશ
નવ સે વર્ષ પહેલાની વાત છે. શાલ નામના એક ભક્ત વસતિકા દેવીના મંદિરમાં બેસી દેવીની આરાધના કરતો હતો. એ એની કુળદેવી હતી. દેવીની સામે ચક્ષુ સ્થિર કરી, અઝુર સ્વરે મંત્ર ઉચ્ચારતા હતા.
મંદિરની આસપાસ વૃક્ષની ઘટા જમી હતી. સુસવાટા મારતા પવન અને ખરી પડતાં પાંદડાં સિવાય બીજો કોઈ અવાજ સંભળાતો ન હતો.
અચાનક એ શાંતિમાં ભંગ પડ્યો. એક વિકરાળ વાધ યુકતો હોય એમ લાગ્યું. દેવીની સામે ધ્યાનમાં બેઠેલા પુરુષે પોતાની પાછળ નજર કરી ત્યાં તે ફલાંગ મારતો-ઘુઘવતો વાઘ પિતાની તરફ જ ધસી આવત દેખાયો.
મંદિરના એક ખૂણામાં, વસ્ત્રને બરાબર સારી લઇ, એક પાષાણપ્રતિમાની જેમ યતિ જેવા પુરુષ બેઠા હતા. ભયભીત બનેલા ભક્ત એ અતિ સામે આશાની મીટ માંડી.
- યતિએ આખી પરિસ્થિતિ જોઈ લીધી. પિતાના આસનની પાસે જે એક લાંબો દંડ પડ્યો હતો તે પેલા.ગૃહસ્થને બતાવી કહ્યું: “દ શાલ !” પો એટલે હાંકી કાઢ અને શાલ એ ભક્તનું નામ હતું, અર્થાત-શાલ ! હાંકી કાઢ !
શાલ ઉઠીને પેલે દંડ લઈ આવ્યો. દંડ જોતાં જ વાધે પીઠ ફેરવી અને જંગલમાં નાસી ગયે. કેટલાક કહે છે કે શાલે એ પ્રહાર કર્યો કે વાઘ મરી ગયો.
આ વાઘ મુસાફરોને, ખેડુતને બહુ સતાવતો હતો. વાઘના ભયથી કે એ આ વસતિકા દેવીના મંદિરમાં આવવાનું બંધ કર્યું હતું. શાલે યતિ-મહારાજના આદેશથી એ વાઘને નસાડી મૂક્યો. - મંદિરની આસપાસ વસતો જનસમૂહ હવે નિશ્ચિત બન્યો. એમણે સૌએ શાલને અહેસાન માને. મંદિરને વર્ષોથી બંધ રહેલે પૂ ર્વ શરૂ થયો.
લેકે શાલને ઉપકાર ન ભૂલ્યા. શાલ જેવા પરાક્રમી પુસ્મ કે જેણે દંડ માત્રથી યમના ભાઈ જેવા વાઘને હાંકી કાઢ્યો તેને પોતાના ગામમાં સુખેથી
For Private And Personal Use Only