________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
સુવર્ણ મહોત્સવ અંક :: પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી સંગીન જનાઓ ઘડવાની જરૂર છે. આપણી શ્રીમતી કોન્ફરન્સે પિતાની જુદી જુદી બેઠક વખતે પસાર કરેલ કરવાનો અમલ કરાવવા માટે પણ આપણી સંસ્થાએ સતત પ્રયાસ કરતા રહેવાની જરૂર છે. સ્થાનિક વિષયોને ગોણપદ આપી, કેળવણીવિષયક અનેક પ્રશ્નોના સંબંધમાં ઉદાર અને ઉન્નત ભાવનાથી માર્ગનિદેશ કરવાની અગત્ય છે. બીજી કેમના મુકાબલે જેન કામમાં મરણનું પ્રમાણ વધારે જણાય છે તે તેના કારણોને અભ્યાસ કરી, ચોગ્ય ચિકિત્સા થતાં તેના નિવારણ માટેના ઉપાયો સહેલાઈથી મળી આવશે. આ રીતે સમાજના અનેક સળગતા પ્રશ્નો અને ચર્ચાસ્પદ થઈ પડેલા વિષ, અનુભવી, પ્રોઢ અને વિચારશીલ લેખકોની મદદ મેળવી, હાથ ધરવાની જરૂર છે.
સુવર્ણ મહોત્સવની ઉજવણી નિમિત્તે સભાના મહેટા ભાગના સનામિલન પ્રસંગે આવી કઈ જનાઓને વિચાર કરવાની આવશ્કતા છે. અહીં તો ફકત તે બાબતમાં કેવળ અંગુલીનિર્દેશ કરવાની જ જરૂર ધારવામાં આવેલ છે. આવા અપૂર્વ મિલન વખતે વિશાળ દષ્ટિથી અને ઉદાર ભાવનાથી જે જે યોજનાઓ નક્કી કરવામાં આવે તેને પાર પાડવા માટે સંસ્થાએ કટિબદ્ધ થઈ પિતાના માસિકધારા સતત પ્રયાસ કરવાથી કાર્યસિદ્ધિ સરળ અને સુતર થશે, સુવર્ણ મહોત્સવના પ્રસંગ ઉપર સમિતિએ ખાસ અંક બહાર પાડવાની વ્યાજના કરી, તેના માટેના લેખના વિષયની જે રૂપરેખા દેરેલ છે તે જ રૂપરેખા માસિકના હવે પછીના તમામ કે માટે ખાસ નજર સન્મુખ રાખવાની જરૂર છે અને કેવળ સમાજના ઉત્થાન તરફ જ લક્ષ્ય રાખી ખર્ચની પરવા ન કરતાં પ્રસ્તુત માસિકમાં ને તે વિષયના ખાસ વિશારદ તરફથી મૌલિક અને પ્રતિભાસંપન્ન લેખે મેળવી શકાય તે ખાતર અનામી યોજના ઘડી કાઢવાની આવશ્યકતા છે. તેવી યોજનાથી લેખકોને લેખ લખતાં પહેલાં જે જે વિષયને બરાબર-તલસ્પર્શી અભ્યાસ કરી લેવાનું આકર્ષણ રહેશે. વળી માસિકના ગ્રાહકોને વાંચન માટે પથ્ય, રૂચિકર અને સંગીન ખોરાક મળી રહેશે અને સમાજને અનેક રીતે ઉગી અને માર્ગદર્શક થઈ પડે તેવા વિચારોના સવિશેષ પ્રચારથી અને તેમાં અમલથી સમાજને અકથ્ય અને અકથ્ય લાભ થશે. વિસ્તારભયથી અને વધારે જગ્યા આવા મહત્વના ખાસ અંકમાં મળે તેમ ન હોવાથી સમાજની ધાર્મિક, આર્થિક અને નૈતિક ઉન્નતિ માટેની અન્ય જનાઓ ઉપર વિવેચન કરવાનું અન્ય કોઈ પ્રસંગ ઉપર મુલતવી રાખવું પડે છે.
ન્યાલચંદ લક્ષ્મીચંદ વકીલ
સાદરા.
For Private And Personal Use Only