________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- શ્રી જૈન ધર્મ પ્રકાર ૭ આ રોડ પાસે આવેલી ચંદ્રાવતી નગરીનાં ખંડિયોમાંના એક ખંડિયરમાં પ્રાચીન લિપિના લેખવાળી શ્રાવકની એક ખંડિત મૂર્તિ રખડતી પડેલી અમે જોઈ હતી. તેથી તે ત્યાંના ખંડિયરેમાં ઘણું જ હશે.
૮ વિ. સં. ૧૫૦૭ના લેખવાળી એક પંડિત જિન-મૂર્તિ, આબુની તળેટીમાં આવેલા માનપુર ગામના જૈનમંદિરમાં સારસંભાળ વિના પડી છે.
૯ શ્રી વીર ભગવાન છઘકાળમાં આની ભૂમિમાં વિચર્યા હતા, ભગવાનના જન્મથી ૩૭મા વર્ષે અહીં દેરાસર બંધાયું, પૂર્ણપાલ રાજાએ મનહર જિન-મૂત્તિઓ ભરાવી અને શ્રી કેશીગણધરે તેની પ્રતિષ્ઠા કરી. આવી મતલબના લેખવાળ બારશાખની ઉત્તરણને તૂટેલે એક જબ્બર પત્થર, આબુરોડથી ચાર માઈલ દૂર મુંગથલા નામના ગામના વિશાળ જિન-મંદિરના ખંડિયરમાં એક દરવાજા ઉપર હટો લટકે છે. જો આને ત્યાંથી કઢાવી લેવામાં ન આવે તે વરસાદથી મંદિરના ગુમજ વગેરેનો ભાગ પડતાં તે લેખવાળા પત્થરના કકડે કકડા થઈ જવા સંભવ છે.
૧૦ સ. ૧૧૩ના લેખવાળી દતાણે ગામના જિન-મંદિરના મૂળનાયક'ની એક ખંડિત જિન-મૂર્તિ, આબૂની તળેટીમાં આવેલા ધવલી ગામના દેરાસરના પગથીયા પાસેના ભંડકીયામાં જેમ તેમ પડી છે.
૧૧ સં. ૧૨૩૪ના લેખવાળી આરસના પરિકરની એક ગાદી, આબૂની તળેટીમાં આવેલા માલ” ગામમાં રઘુનાથજીના મંદિરના દરવાજાની કાચી બતમાં ગોખલા ઉપર ચણી લીધેલી છે. આ રઘુનાથજીનું આખું મંદિર, જૈનમંદિર જ છે. તેના મૂળ ગભારાની બહારના ત્રણે ગેખલાઓમાં તીર્થકર ભગવાનની મૂર્તિઓ કોતરેલી ખંડિત દશામાં અત્યારે પણ મોજુદ છે. શિખરનો ભાગ પડી ગયો છે. પાછળથી તેને જરા ઠીક ઠીક કરાવીને તેમાં રઘુનાથ-શ્રીકૃષ્ણની મૂર્તિ બેસાડી દીધી લાગે છે.
૧૨ આબની પશ્ચિમ તલેટીમાં આવેલા અણાદરા પાસેના પાલડી ગામના ચારાના ચેતરાના એક ખૂણા પાસે-ખૂણાની રક્ષા માટે ખાંભી તરીકે જમીનમાં ગાડેલા એક આરસ પત્થરમાં, શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં પાંચે કલ્યાણક અને દેરાસરની વર્ષગાંડની મિતિઓ ખોદેલી છે. આ પત્થર ગમે તે જેન–મંદિરના ખંડિયરમાંથી લાવીને અહીં ગાડેલે હે જેએ. આ સિવાય જેન દેરાસરના કોરાણીવાળા બીજ
For Private And Personal Use Only