________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ::
૫૫ બનતું. તેમાં તો કોઈ વ્યક્તિની પ્રશંસા માટેનાં અતિશયોક્તિવાળાં વિશેષણે લખાયાં હોય તે બાદ કરીએ તે બાકીની લખાયેલી બધી હકીકતો સત્ય જ હોય છે. રાજાઓ, મંત્રીઓ વગેરેની વંશાવળી અને સંવત આદિમાં જુદા જુદા ગ્રંથોના જ્યારે ભિન્ન ભિન્ન મત પડે છે ત્યારે તે તે શંકાઓને શિલાલેખે દૂર કરી શકે છે, માટે ઈતિહાસના ખાસ સાધનભૂત શિલાલેખોને સારી રીતે સાચવી રાખવા જોઈએ. કદાચ એ લેખ છપાઈ ગયા હોય તો પણ તે સાચા જ છે-બનાવટી નથી, એવી પાકી ખાત્રી કરાવવા માટે–પૂર્ણ વિશ્વાસ બેસારવા માટે તે અસલ લેખે તે ખાસ કરીને સાચવી રાખવા જ જોઈએ, છતાં તે તરફ સમાજ-નેતાઓનું જોઈએ તેવું લક્ષ્ય ખેંચાયું હોય તેમ જણાતું નથી. આ માટે કોઈ પ્રયત્નશીલ નહીં હોવાથી એવી ઘણએ સામગ્રી નષ્ટ થઈ છે અને હજુ પણ નષ્ટ થતી જાય છે. પ્રાચીન લેખવાળી એવી કેટલીએ આજે જ્યાં ત્યાં રખડતી, અસ્ત-વ્યસ્ત પડી રહેલી અને નષ્ટ થતી મારા જોવામાં આવી છે, પણ જ્યાં સુધી તેને સુરક્ષિત રાખવા માટે સારું સંગ્રહસ્થાન કયાંય ન હોય ત્યાંસુધી તે માટે શું કરી શકાય? દાખલા તરીકે
૧ તેરમી શતાબ્દિના પ્રાયઃ વસ્તુપાળ-તેજપાળના લેખવાળો એક પત્થર, ધંધુકાની જેન લાયબ્રેરીમાં છૂટો પડ્યો છે.
૨ ઝીંઝુવાડા પાસેના ધામા ગામના જિનાલયના ચોકમાં સુરહીને (દાનપત્રના લેખવાળો) એક મોટો પત્થર છૂટો પડ્યો છે.
૩ સં.૧૨૮૫ના મંત્રી વસ્તુપાળ-તેજપાળના લેખવાળી આરસની પરિકરની નકશીદાર ગાદી, સેરિસ તીર્થના કારખાનાની પેઢીમાં છુટી પડી છે.
૪ સં. ૧૫૩ના લેખવાળી સુરતાણપુરના રહેવાસી ડીસાવાલ જ્ઞાતિના શ્રાવકે ભરાવેલી એક ખંડિત જિન-મૂર્સિ, સેરિસા પાસેના વામજ ગામમાં જેને કારખાનાના છાપરાના એક ગેખલામાં જેમ તેમ પડી છે.
૫ . ૧૩૯ના લેખવાળી સરસ્વતી દેવીની ખંડિત મૂર્તિ, શ્રી યણે પાસેના રતેજ ગામના જિનમંદિરની ભમતીમાં છે.
૬ “સંતુક” મંત્રીના સં. ૧૧૨૬ના લેખવાળી આરસના પરિકરની એક ગાદી, હારીજના દેરાસરમાં અને એવી જ-એ જ પ્રમાણેના લેખવાળી એક ગાદી, હારીજ પાસેના જમણપુર ગામના ઉપાશ્રયમાં છૂટી પડી હતી.
For Private And Personal Use Only