________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ ભારતીય સંસ્કૃતિની દષ્ટિથી જ નહિ, પરંતુ સમસ્ત જગતની દષ્ટિથી પણ “બધનથી સુક્ત કરનાર સાધન “કેળવણું જ’ મનાય છે યા મનાવી જોઈએ ”ભલે પછી તે બન્દન કોઈ પણ પ્રકારનું હાય-આધ્યાત્મિક હોય, આધિદૈતિક હોય, જાતિનું હોય, રાજાનું હોય અથવા કઈ પણ પ્રકારનું હાય; બન્ધન તો બન્શન જ છે, તેને કોઈ પણ હાલતમાં કોઈ પણ મનુષ્ય સહન ન જ કરી શકે. કદાચ પરિસ્થિતિના કારણને લઈને કોઈ સહન કરે તે પણ તેને હૃદયથી તે સારૂં નહિ જ સમજે. અબ્દક, તપ, ઑા અથવા કોઈ શસ્ત્રમાં પણ એવા બન્ધનને હંમેશ માટે મૂળથી નાશ કરવાની શક્તિ નથી. કેળવપણમાં જ આ બન્ધનને મૂળથી નાશ કરવાની અસાધારણ શક્તિ છે. તે નર-પશુને પણ આદર્શ મનુષ્ય અને નર-દેવ બનાવવાની યેગ્યતા રાખે છે. આ લોક અને પરલોકની જરૂરીઆતને પૂરી પાડવાની મહાન શક્તિ પણ કેળવણમાં જ છે. આથી જ દરેક દેશ તથા દરેક જાતિ અને ધર્મના મનુષ્ય કેળવણીને આદર, અભ્યાસ અને પ્રચાર કરે છે.
–કેળવણીનું ફળ– કેળવણીનું ફળ આપણી કુરીતિઓને દૂર કરી જીવનને ઉન્નત બનાવવાવાળાં તને આપણે ગ્રહણ કરીએ અને સમસ્ત સુન્દર આવશ્યકતાઓની પૂર્તિ કરીએ તે છે. જેનામાં આવું ફળ નથી તે ભણેલે સાક્ષર પણ મૂર્ણ છે.
–અક્ષરજ્ઞાનઅક્ષરજ્ઞાન એક મોટો ગુણ છે અને તેનું ફળ આત્મિક ગુણનું કાર્ય અથવા કમિક પરિણામ છે. યદ્યપિ અક્ષરજ્ઞાનથી વિમુખ પુરૂષમાં કેળવણી અને તેનું પરિણામ હોવું સર્વથા અસંભવ નથી; આ એક અપવાદ છે. અપવાદ કવચિત જ હોય છે, સદી અને સર્વત્ર નહીં. સાધન વિના સાધ્યની સિદ્ધિ નથી થતી. ઉપરના ગુણોનો વિકાસ કરવાનું સાધન અક્ષરજ્ઞાન છે. આ એક રાજમાર્ગ છે. અક્ષરજ્ઞાન મેળવવું તે પ્રારંભમાં દરેકને માટે જરૂરી છે. આ વિના આપણને કોઈની પણ ચઢતી-પડતીનું જ્ઞાન ન સાંપડે અને ન આપણે કર્તવ્યાકર્તવ્યનું જ્ઞાન પણ મેળવી શકીએ.
–પ્રાચીન કાળમાં કેળવણી– મનુષ્યની શક્તિઓને વિકાસ થાય તે માટે આપણે કેળવણી
For Private And Personal Use Only