________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
સુવર્ણ મહોત્સવ અંક. :: પરંતુ નકામી કરવા માટે છે. વિષય અને નકામા પુસ્તકની સંખ્યા એટલી બધી છે કે છાત્ર કોઈ પણ વિષયનું ઉંડું જ્ઞાન મેળવી નથી શકતો. પાચક્રમના વિષયમાં એવા વિષયે થોડા જ છે કે જે ભારતની દરિદ્રતા, અજ્ઞાનતા અને દોષોને દૂર કરવામાં કામ આવે. જે પુસ્તક ભવિષ્યમાં કોઈ કામનું નથી તેવા પુસ્તકની પાછળ વિદ્યાથીઓને સેંકડે રૂપીઆ ખર્ચ કરવા પડે છે. પાઠ્યક્રમ પણ વખતો વખત બદલાતો જાય છે જેથી પહેલાંના ગ્રંથે નકામા થાય છે. તેની વિગતેને વપરાશ ઓછો થવાથી તે પણ નિરૂપયેગી થઈ જાય છે. એકંદરે વર્તમાનમાં ચાલતા સરકારી પાચકમથી નથી સ્વતંત્રતાને ભાવ પેદા થતો કે નથી ધાર્મિક પ્રેમ ઉત્પન્ન થતા. નથી ઉદ્યોગ-હુન્નર આવડતાં કે નથી કળાને વિકાસ થતો. મશીનની જેમ ઓફીસમાં કામ કરનાર નેકરીયાતની ફેજ જરૂર ઉત્પન્ન થાય છે.
મારું તો મન્તવ્ય છે કે પાઠ્યકમ જે હોય તે યુગ થાય છે. છાત્રાવસ્થાના સારા કે નઠારા સંસ્કાર કેમ કરીને જતા નથી. પાઠ્યક્રમમાં વિષયે અને ગ્રંથની બહુલતાથી પણ છાત્રની બધી શક્તિઓ બહેર મારી જાય છે, દબાઈ જાય છે. એક વિષય કે પુસ્તકમાં તેઓ પારંગત થઈ શકતા નથી. જેનો એક વિષય પાકો થઈ ગયો હોય તે બીજા વિષયમાં ગમે ત્યારે ચેતા મેળવી શકે. કહેવત છે કે:-“એકહી સાથે સબ સધે, સબ સાધે સબ જાય.”
પરીક્ષા કે કેળવણીનો વિરોધી નથી પણ પક્ષપાતી છું. આ આખાય મારા લેખનું તારણ તે એટલું જ છે કે વર્તમાનમાં આપણા દેશમાં ચાલી રહેલી કેળવણી અને તેની પરીક્ષાની પદ્ધતિ બહુ જ સુધારણા માંગે છે. જૂની પદ્ધતિ બધી અત્યારના જમાના કરતાં સારી જ છે એમ પણ મારું માનવું નથી, પરંતુ તેમાંથી જે સારા અને આદરણીય તત્ત્વ હોય તેને આપણે અમલમાં મૂકવાં જોઈએ, અને પાશ્ચાત્ય તો જે જરૂરી અને હિતાવહ હોય તેને પણ અપનાવવા જોઈએ. આપણું શિક્ષાની લગામ ભારતના સાચા હિતૈષીઓ કે જેઓને કોઈ જાતને રાજસિક અને તામસિક સ્વાર્થ ન હોય તેમના હાથમાં જ્યાં સુધી નહિ આવે ત્યાં સુધી પ્રગતિની વાતો કે ઝંખનાથી કાંઈ સરવાનું નથી.
છેવટે હું ઈચ્છું છું કે કેળવણી જેવા પરમ આવશ્યકીય અને મહત્વના વિષય પર દરેક પ્રાન્ત, જાતિ અને ધર્મના લેક યથાર્થ પરામર્શ કરી પિતે પિતાના ક્ષેત્રમાં આદર્શ પદ્ધતિ પ્રવર્તાવે.
મુનિ હિમાંશુવિજ્ય, ન્યાય-કાવ્યતીથ.
For Private And Personal Use Only