________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ::
મીશનમાં કેટલે દરજે કેવા પ્રકારની ફતહ તેણે મેળવેલ છે. પુસ્તક પ્રકાશનના કાર્યમાં આ સભાએ ક સંગીન ફાળો પોતાની તરફથી આપેલ છે. તે બાબતનું વિવેચન કરવાનું તેમજ શ્રી જૈન ધર્મ પ્રકાશ તરફથી જૈન સમાજના ધાર્મિક, નૈતિક તેમજ સાહિત્ય વિષયક ઉત્કર્ષ નિમિત્તે સેવાભાવથી કેવી ફરજ બજાવવામાં આવેલ છે અને તે ઉપરથી જૈન પ્રજાનું વિચારોબળ કેળવવામાં સ્વતંત્ર માનસ ઘડવામાં ચારિત્રની ખીલવણીમાં-સેવાધર્મ, રવાપત્તિ અને ત્યાગ ભાવનાની વૃદ્ધિ કરવામાં ફતેહમંદ થયેલ છે તે બાબતની સવિસ્તર ચર્ચા કરવાનું સુવર્ણ મહોત્સવની ઉજવણી પ્રસંગે સભાના કાર્યવાહક અને માસિકના સંચાલકે અને તેની આંતર વ્યવસ્થાના સૂત્રધાર માટે અગર તો પ્રતિસ્પર્ધી સંસ્થાઓના શુદ્ધ બુદ્ધિથી પ્રેરાયેલા ટીકાકારે માટે રહેવા દઈ, આ લેખમાં સભાની ભવિષ્યની કારકીદી કઈ રીતે વધારે યશસ્વી અને ઉજજવળ બને અને જેને સમાજને કેવી રીતે વિશેષ લાભદાયી થઈ પડે તેમજ શ્રી જૈન ધર્મ પ્રકાશ પ્રથમ પંક્તિના માસિકનું અવિચળ થાન પ્રાપ્ત કરે અને વધારે આકર્ષક, બેધદાયક, રસપ્રદ ભાપાલિથી જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતેને સર્વત્ર પ્રચાર કરી, નીડર, સ્વતંત્ર અને પ્રૌઢ લેખને આશ્રય મેળવી, દેશકાળાનુસાર જૈન ધર્મની અને સમાજની ઉન્નતિની સાધનામાં પોતાના સંગીન ફાળે આપવા શક્તિમાન થાય તે ખાતર કંઇક વિવેચન કરવાની જરૂર ધારું છું.
સભાની સ્થાપનાના સમયને અને માસિકની શરૂઆત થયાને આજે અધ સૈકા ઉપરાંતનો કાળ વીતી ગયો છે. હવે જુની આંખે નવા ચશ્મા ચડાવી જેનારને ઘણું ઘણું નવું જાણવાનું-જવાનું અને શીખવાનું મળે તેમ છે. દીર્ધદષ્ટિના અનુભવી વિચારકા પ્રત્યક્ષ જોઈ શકે તેમ છે કે દેશભરમાં જમાનો બદલાઈ ગયાના અનેક ચિહ્નો દષ્ટિગત થાય છે. સીધી યા આડકતરી રીતે જાણે-અજાણે ખોરાકી. પિપાકીમાં, રહેણીકરણીમાં-વિચારસરણીમાં અનેક જાતના ફેરફાર થઇ ગયા છે. રગસીયા ગાડાનું સ્થાન રેલ્વેએ, ઇલેકટ્રીક ડ્રામે, મેટરે અને છેવટે એરોપ્લેને ઉથલાવી નાખેલ છે. ડોલતા નકાની જગ્યાએ સ્ટીમરે કે સ્ત્રીમાં અને અનેક જાતના રમતગમતના અને મોજશોખના સાધનો ધરાવતી હજારો મુસાફરોને લઈ જતી, સમુદ્રપટ ઉપર ચાલતી નગરીઓ જેવી આગબોટ ખડી થઈ ગઈ છે. ભવાઇના દશ્યને બદલે અત્યારે ગામડાઓમાં પણ સીનેમેટોગ્રાફ અને ટોકીઝ દાખલ થઈ ગયા છે. તીર, કામઠા, તરવાર અને જુની ઢબની બંદુક એરગન અને મશીનગન આગળ નકામા થઈ પડયા છે. હજારો માઈલ દૂરથી પ્રખર વક્તાના ભાષણ અને સંગીતકળામાં પ્રવીણ થયેલ ઉસ્તાદના ગાયને ઘરના ખૂણામાં બેસીને પરમ શાંતિથી સાંભળી શકાય છે. દુનિયાને દૂરમાં દૂર ખૂણામાં બનતા બનાવને આબેદૂબ ચિતાર આપણી નજર સન્મુખ વીજળીની ઝડપથી ખડા થાય છે. સમયના પ્રવાહમાં તણાતા કોઈ પણ સંગીન વિચારકથી અનેક રીતે પલટ પામતા જતા જમાના તરફ આંખ મીચામણ થઈ શકે તેમ નથી. વીસમી સદીમાં વિહરતે મનુષ્ય
For Private And Personal Use Only