________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ::
૪૫ પિતે જ વિચાર કરી શકે છે કે વર્તમાન પરીક્ષાઓથી વિદ્યાથીઓની યેગ્યતા કેટલી વધે છે ? વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ થવાની ચિંતા જેટલી હોય છે એટલી નક્કર જ્ઞાન પ્રાપ્ત કરવાની નહિ. કઈક વિદ્યાર્થી તે પાછલાં વર્ષોનાં અનેક પ્રશ્ન પેપર વાંચી અને કાંઈ ઉપલક તૈયારી કરી પરીક્ષામાં બેસી જાય છે અને જેમ તેમ કરીને ઈશ્વરને પ્રાથી સોમાંથી ૩૩ માર્ક મેળવી પાસ થાય છે, અને તેથી પિતાને મહાન વિદ્વાન સમજી બેસે છે ! કેટલાક પરીક્ષાને સમય નજદીક આવતાં મહાભારત, રામાયણ ય કલ્પસૂત્રના પારાયણની માફક અહીં તહીંથી પુસ્તકને પોપટની જેમ બોલી પૂરાં કરી પરીક્ષામાં બેસી જાય છે. તેમને તે તે પુસ્તકોમાં શંકા પણ ઉત્પન્ન થતી નથી ! સમાધાનની તો વાત જ શી ? માને કે તે સર્વજ્ઞ ન હોય. પરંતુ પુસ્તકને ગંભીરતા–સ્થિરતાપૂર્વક વાંચ્યા કે વિચાર્યા વગર શંકા થાય પણ ક્યાંથી ? વાત અને નેવેલેને વાંચવામાં સુકુમાર થયેલા બિચારા નમાલા છાત્રોની શી દશા થશે ? મારું તો દઢ મન્તવ્ય છે કે જે વિદ્યાર્થી પોતાનાં પાઠ્ય પુસ્તકમાં બીલકુલ શંકા ચા પ્રશ્ન કરતો નથી તે યા તો તે ગ્રન્થને જ પૂરાં વાંચી શક નથી યા તેને સમજવાની કોશીશ કરતા નથી, તો પછી તેને શંકા થવાનું કારણ જ ક્યાંથી મળે! મેટા અને ગંભીર ગ્રંથો જે છ છ મહિનામાં સતત અભ્યાસથી માંડમાંડ પૂરાં કરી શકાય તે એક યા બે મહિનામાં પરીક્ષા પસાર કરવા માટે પૂરા કરવામાં આવે છે. પરીક્ષામાં પાસ થયા પછી વિદ્યાથી તે ગ્રંથને વાંચવા તો શું પણ તેને હાથ અડાડવામાંય પાપ સમજે છે. મતલબ કે આધુનિક સમયમાં પરીક્ષામાં પાસ થવા માટે જ ઘણું-ખરું ભણવા–ભણાવવામાં આવે છે, વિદ્વાન્ યા સદાચારી બનવા માટે નહિ જ; કારણ એ છે કે દર વર્ષે હજારોની સંખ્યામાં ગ્રેજ્યુએટ અને ગુજરાતી હિન્દી સંસ્કૃતિની પરીક્ષામાં પાસ થાય છે અને ઘણું ડીમાં મેળવે છે છતાં આપણા દેશ અને સમાજમાં વિદ્યાનું પરિણામ નહિ જેવું દેખાય છે. વિદ્યાથીઓમાં અમુક અપવાદ સિવાય ઘણા તે પહેલા મૂખ કહી શકાય તેવા નીકળે છે.
વર્તમાન કાળમાં પરીક્ષા લેવાની રીતિ પણ સારી નથી. આખા વર્ષને ફેસલે ત્રણ ચાર કલાકમાં જ કરવામાં આવે છે. પ્રશ્નપત્ર કાઢવાને તથા જેવાનો ઢંગ પણ તે જ અયોગ્ય છે, જેથી કેટલીકવાર સારામાં સારા વિદ્યાથીને પણ નપાસ થવાનો અને અગ્ય વિદ્યાથીને ઉંચે નમ્બરે પાસ થવાને પ્રસંગ મળે છે. બન્ને તરફથી ન્યાયનું ખૂન થાય છે. ઠેરઠેર
For Private And Personal Use Only