________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ – જુના કાળમાં પરીક્ષા – કેળવણું બહુ જૂના વખતથી છે, તે તેની પરીક્ષાનો સમય પણ તેટલો જ જૂને માનવો જોઈએ. હજાર-બારસો વર્ષ પૂર્વે હિન્દમાં માધ્યમિક કેળવણી પૂરી કર્યા પછી જ્યારે “નાલન્દા” અને “ઉદન્તપુરીના” વિદ્યાપીઠમાં વિદ્યાથી પ્રવેશ કરતા ત્યારે પ્રવેશદ્વારમાં જ તેમની પરીક્ષા લેવામાં આવતી. આ પરીક્ષામાં પસાર થયા પછી વિદ્યાથી તે વિદ્યાપીઠમાં પ્રવેશ કરી શકતા. પંદરમી સદીમાં મિથિલા વિદ્યાપીઠમાં સૌથી ઉંચી પરીક્ષા “શલાકા” હતી. અભ્યાસના ગ્રંથમાં પરીક્ષક સોય ઘાલીને પિતાની ઈચ્છા પ્રમાણે અનિશ્ચિત પત્ર, પ્રબન્ધ અને વિષયની પરીક્ષા લેતા હતા.
– હિન્દનાં વિદ્યાપીઠ – ગ્રંથના કર્તાનું કહેવું છે કે –“વાસુદેવ પંડિતે એવા સો ગ્રથના જવાબ આપવામાં પૂરી સફળતા પ્રાપ્ત કરી હતી. એથી તેમને સાવ ભૈમ પદ મલ્યું હતું.” પ્રથમની આવી સખ્ત પરીક્ષા હતી. રઘુનાથ શિરોમણિએ પણ નવદીપમાં વિદ્યાપીઠ સ્થાપન કરીને ત્યાં પણ મિથિલા જેવી પરીક્ષા ચલાવી હતી. ત્યાં આવતા વિદ્વાનેની રાજસભામાં રાજપંડિત મારફત પરીક્ષા લેવામાં આવતી. રાજાલેક પરીક્ષામાં પાસ થએલાને પ્રસન્ન થઈ ધનવસ્ત્રાદિ સાથે ઉપાધિ પ્રદાન કરતા. આવા ઉદાહરણ વિકમ, ભેજ, સિદ્ધરાજ અને કુમારપાળના રાજ્યકાળમાં બહુ મળે છે. પહેલાના જમાનામાં પૂરો અભ્યાસ કરી વિદ્વાન્ બનવું એ જ લક્ષ્ય હતું, પરીક્ષા તે ફક્ત પોતાની શક્તિનું માપ કાઢવા માટે જ આપવામાં આવતી. ગુરુ પણ શિષ્યને જ્ઞાનપ્રદાન કરવામાં વધારે ધ્યાન આપતા. તેઓ પરીક્ષાને પ્રાસંગિક લાભ સમજતા. પરીક્ષામાં સમાંથી સોએ સો માર્ક મેળવવાની યેગ્યતા તેમનામાં રહેતી.
– વર્તમાન પરીક્ષા. – આધુનિક સમયમાં સોમાંથી ૩૩ માર્ક મેળવવાથી પરીક્ષામાં વિદ્યાર્થી પસાર થયેલ સમાય છે (!) યાને પહેલાંથી જ વિદ્યાર્થીની ૬૭ ટકા જેટલી મૂર્ખતા સમજી માફી આપવામાં આવે છે. આટલું હોવા છતાં પણ એમાંથી ૪૫ વિદ્યાથી જ આજે પાસ થઈ શકે છે. આથી વાચક
૧ જુઓ–પ્રબંધચિંતામણિ, ભોજપ્રબંધ વિગેરે,
For Private And Personal Use Only