________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: શ્રી જૈન ધર્મ પ્રકાર ન માલૂમ ભણેલાઓની સંખ્યામાં પણ કેમ વૃદ્ધિ થતી નથી ? માધ્યમિક અને ઉંચી કેળવણીની તો વાત જ દૂર રાખીએ, પ્રાથમિક અક્ષરજ્ઞાન કેળવણી મેળવવાવાળાઓની સંખ્યા પણ અસત્તેષ ઉત્પન્ન કરે તેવી છે. સને ૧૯૩૦-૩૧ના સરકારી છેલા રિપોર્ટથી માલૂમ પડે છે કે મુંબઈ ઈલાકમાં પુરૂષોમાં દર હજારે ફક્ત ૯૯ પુરૂ ભણેલા છે અને સ્ત્રીઓમાં દર હજારે ફક્ત ૩૦ સ્ત્રી લખી-વાંચી શકે છે. અંગ્રેજી ભાષામાં દર હજારે ફક્ત વીસ પુરૂષ અને ત્રણ જ સ્ત્રી લખી-વાંચી શકે છે. મુંબઈ ઈલાકાનાં નાનાં મોટાં ૨૬૮૧૩ ગામમાં ફક્ત ૧૦૮૫ર ગામોમાં સ્કુલે છે એટલે ૧૫૯૬૧ ગામ કુલથી શૂન્ય છે. કુલ ૧૨૮૭૨૪૬ છાત્રામાં માધ્યમિક કેળવણી ૧૧૯૯૮૭ ને એને ઉંચી કેળવણી ૭૯પર વિદ્યાથીઓને જ મળે છે. તેમાં કેળવણીનું સાચું ફળ તે વિરલા જ મેળવી શકે છે.
આ સંખ્યાઓ ઉપરથી વાચક પિોતે જ વિચાર કરી શકે છે. જ્યારે મુંબઈ ઇલાકામાં (જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત જેવા શિક્ષિત ભાગે ભેગા છે) કેળવણીના વિષયમાં આટલી ખરાબ દશા છે ત્યારે બીજા ઇલાકાઓની તો વાત જ શી ? મતલબ એ કે ભારતવર્ષ કેળવણીમાં બહુ જ પછાત છે. બીજા સ્વતંત્ર દેશમાં જેટલી સંખ્યા અભણેની છે. તેટલી જ સંખ્યા ભારતમાં અક્ષરજ્ઞાનવાળાઓની છે. શું આ વાત રાજા અને પ્રજા, સાધુ અને ગૃહસ્થ બધાને માટે શરમાવનારી નથી ? આપણી પાસે હવે પ્રાચીન વિદ્યા અને તેની પદ્ધતિ નથી અને નથી તે દયેય. અત્યારે તો દરિદ્રતા, અંદર અંદરના ઝગડા, દુરાચાર, શારીરિક અને માનસિક અશક્તિ, દેશ, ધર્મ અને જાતિ તરફ ષ વિગેરે વર્તમાન કેળવણીનાં માઠાં ફળ આપણને મળ્યાં છે, મળે છે અને ન માલુમ હજુ ક્યાં સુધી આવાં ઝેરી ફળ આપણે ચાખવાં પડશે.
ભણેલાઓમાં જે વિદ્યાના ગુણ આવવા જોઈએ તે આજકાલ નહી જેવા જ આવે છે. દિનપ્રતિદિન શિક્ષિતવર્ગ સ્વતંત્ર થવાને બદલે અનેક પ્રકારનાં બનેથી બંધાઈ રહ્યો છે. ફેશનમાં ફસાઈ રહ્યો છે. એમનામાં
૧ સને ૧૯૩૨-૩૩ નો સરકારી રિટે હમણાં બહાર પડ્યો છે. તેમાં જણાવ્યું છે કે એ વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. માધ્યમિક શાળાઓ પણ ઘટી છે. પછાત વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી થઈ છે. પ્રાથમિક કેળવણીના ખર્ચમાં ૧૭૫૦૮૦૦ને બ્રીટીશ સરકારે ઘટાડે કર્યો છે.
For Private And Personal Use Only