________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક:
– વર્તમાન કેળવણી – આજે જે કેળવણી આપવામાં આવે છે તેથી બધા પરિચિત છે. તેનું પરિણામ ભારતને માટે સર્વથા સંતોષકારક જ નહિ કિન્તુ ભયંકર છે. વર્તમાન કેળવણમાં ભણતરનું ધ્યેય જ બદલાઈ ગયું છે એ એક શોચનીય વાત છે. પદ્ધતિ અને પ્રકારમાં દેશકાળ અનુસાર પરિવર્તન થવું એ સ્વાભાવિક છે; પરંતુ મુખ્ય ધ્યેય વિપરીત થઈ જાય તે તો બહુ જ હાનિકારક છે. આના માટે કેવળ રાજા જ દેષિત નથી, પ્રજાની દરિદ્રતા અને શુદ્રવૃત્તિ પણ કેટલેક અંશે કારણભૂત છે.
કેળવણીને પ્રશ્ન બહુ જ ગહન છે. ઉદ્દેશ્ય મહાનું છે. ક્ષેત્ર વિશાળ છે. ફળ ઉંચું છે. વર્તમાન સમયમાં કેળવણીની સમસ્યા જટિલ થતી જાય છે. મેટા મેટા અનુભવી વિદ્વાન અને સુગમ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કોઈ ફળિભૂત થતું નથી. આમાં ગવર્નમેન્ટની યુનિવસટીએ સફલ થઈ નથી, આર્યસમાજનાં ગુરુકુળ દર વર્ષે ચાળીસ લાખથી વધારેદ્રવ્યવ્યય કરનાર સફળ થયા નથી, જેનાં મહાવિદ્યાલયો પણ સફળતા મેળવી શક્યા નથી તેમજ ક્રિશ્ચિયનોની મિશનરી સ્કુલે પણ તેટલી સફળતા મેળવવા પામી નથી. યદ્યપિ બંગાળના કઈ મહાનુભાવોએ આ સમસ્યા ઉકેલવા માટે કઈ પ્રકારના પ્રયત્નો કર્યા છે અને કરી રહ્યા છે. આમાં એમને કેટલેક અંશે સફળતા મળી છે પણ સમસ્ત ભારતને માટે તે નહિ જેવી જ છે. આપણી વર્તમાન કેળવણીની પ્રથાથી જ્યાં સુધી ભગવાન મહાવીર, બુદ્ધદેવ અને રામચંદ્ર જેવા ધાર્મિક નેતા, સીતા, સુભદ્રા જેવી સતી, લક્ષ્મીબાઈ જેવી વીરાંગનાઓ, કાલીદાસ, હેમચન્દ્ર જેવા કવિ, ગેમ, કણાદ, સિદ્ધસેન દિવાકર, સમન્તભદ્ર, હરિભદ્ર, વાદિદેવસૂરિ, ગણેશપાધ્યાય અને યશોવિજય ઉપાધ્યાય જેવા દાર્શનિક, ભાસ, રામચન્દ્ર જેવા નાટકકાર, અમર, હેમચન્દ્ર જેવા કેષકાર, પિંગળમુનિ જેવા છન્દકાર, પ્રતાપ, શિવાજી, વસ્તુપાળ, તેજપાળ જેવા વીરકેસરી ઉત્પન્ન થાય નહિ ત્યાં સુધી આપણે એમ કેમ કહી શકીએ કે અમારી આધુનિક કેળવણી ઉચિત છે?
દેશી રાજાઓની અપેક્ષાએ બ્રિટિશ રાજ્ય પિતાનાં ઢંગના કેળવણીનાં સાધન ઘણાં ઉત્પન્ન કર્યા છે. હાઈકુલ અને કોલેજોની સંખ્યા પણ ઠીક છે. યુનિવસીટીએ પણ વધતી જાય છે. આ બધું છે, પરંતુ
For Private And Personal Use Only