________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ શ્રી જૈન ધર્મ પ્રકાશ પરીક્ષાઓ અને અલગ અલગ પ્રકારનાં તેનાં ટાઈટલ દિનપ્રતિદિન વધતા જાય છે. તે ઉપર મુગ્ધ થઈ સારા સારા માણસો પોતાની શક્તિ અને લક્ષમીને વ્યય કરતા જાય છે પણ પરિણામ સંતોષજનક નથી આવતું, તેથી સારા વિદ્વાન અને સજીને એવી પરીક્ષાઓને વિરોધ પણ કરે છે. ઉજજેનના કેટલાક પંડિતોએ ગ્વાલિયર સ્ટેટના એજ્યુકેશન મેમ્બર સાહેબની પાસે આવી પરીક્ષાઓ રોકવા માટે એક પ્રાર્થના પત્ર મોકલ્યું હતું જે ર૭–૭–૩૪ના “જયાજીપ્રતાપ” માં છપાયું હતું. પદવીઓને મહ સમગ્ર સંસારમાં વધતો જાય છે. શું યુરોપ કે શું અમેરિકા કે શું ભારત ? બધે આ રોગને પ્રવેશ થઈ ચૂકયો છે. અમુક પરીક્ષામાં પાસ થએલ મૂખ અને અયોગ્ય માણસ પણ એક જૂના અનુભવી વિદ્વાનને તિરસ્કાર અને સામ્ય કરી બેસવાની નિર્લજજતા દેખાડે છે. જે કેળવણ અને પરીક્ષાની પદ્ધતિમાં સુધારો નહિ થાય તે મને ભય છે કે બધે “પલ્લવગ્રાહી પાંડિત્ય” (ઉંટવૈદા જેવું) સિવાય કાંઈ દેખાશે નહિ. એક એક વિષયમાં આદર્શ વિદ્વાન અને નરરત્ન ભારતને નહીં મળી શકે. કોઈ પણ વિષયનું અધું જ્ઞાન બધી રીતે ભયંકર નીવડે છે.
પાઠક! મારા આ કથનથી એમ સમજવાની તું ભૂલ ન કરે કે હું પરીક્ષાને વિરોધી છું, જરાય વિરોધી નથી, પણ પક્ષપાતી છું. હું તો સમજું છું અને કહું છું કે પરીક્ષા દરેક વિષયની દેવી જોઈએ. પરીક્ષાના કારણે જે તૈયારી અને મને બળ રખાય છે તેનાથી છાત્ર ઉપર બહુ ઉંડા અને મજબૂત સંસ્કાર પડે છે. પરીક્ષા આપ્યા વગર બીજાને તે શું પણ આપણને પિતાને પણ સંતોષ નથી થતો કે મારામાં કેટલી યોગ્યતા છે? મેં સારામાં સારા બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ પાસે સાંભળ્યું છે કે પરીક્ષાનું આકર્ષણ ન હોત તો અમે એકાગ્ર ચિત્તથી અભ્યાસ ન કરી શકત. આ લેખકે સરકારી એક નહિ પણ અનેક પરીક્ષાઓ આપી છે તેથી હું વિરોધી નથી. મારું તે એટલું જ કહેવું છે કે આપણું લક્ષ્ય પરીક્ષા નહિ પણ સાચું તલસ્પર્શી જ્ઞાન હોવું જોઈએ. પરીક્ષા તો કેવળ સંતોષનું સાધન છે. પૂરી કેળવણી પ્રાપ્ત કરી હોય તે પરીક્ષા આપવામાં કોઈ વાંધો કે ભય નથી કિન્તુ આત્મસંતોષ છે. કેળવણીનું ફળ, કર્તવ્યનું જ્ઞાન અને ચારિત્રસંગઠન છે.
– પાઠ્યક્રમ પાઠ્યક્રમના વિષયમાં કાંઈક કહેવું અપ્રાસંગિક નહિ કહેવાય. વર્તમાન કેળવણને પાઠ્યક્રમ વિદ્યાર્થીઓની શક્તિઓને વિકાસ કરવા નહિ
For Private And Personal Use Only