________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણું મહાત્સવ અંકઃ
૩૫
અને ઘટશે. એમ થવાનાં કારણેા કયા છે તે વિચારવા યોગ્ય છે પણ આ લેખમાં તે અપ્રસ્તુત છે.
પચાસ વર્ષોંમાં અને ખાસ કરીને છેલ્લા દશ વર્ષમાં સેવાભાવની રૂચિ ખૂબ નગૃત થઇ છે. સ્વયંસેવકૈા દરેક સારા પ્રસંગે ખડે પગે ઉભા રહે છે. માંદાની માવજત અને સ્ત્રીઓની પ્રકૃતીસમયની સગવડની ભાવના ખૂબ વિકાસ પામી છે.
સસ્તા ભાડાની સાક્ષીએ, આર્ાગ્યગૃહ, હાસ્પીટલો વધારવાની જરૂરીઆત જૈન સમાજ સ્વીકારતા થયા છે, નિરાશ્રિતને કામધંધા પર ચઢાવવાની જરૂરીઆત એણે સ્વીકારી છે અને અનેક પ્રકારે મનુષ્યસેવા કરવાની એની ભાવના વિકસી છે, આ મામાં એ હજી પણ ખૂબ પ્રગતિ કરશે. એનાં કારણેા વર્તમાન ઇતિહાસ ઉધાડી આંખે વાંચી અભ્યાસ કરવાથી સહજમાં હૃદયગમ થાય તેવાં છે.
રાજ્યદ્વારી ક્ષેત્ર લગભગ અણખેડાયલું રહ્યું છે, પણ જે દિવસે જાય છે તેમાં એ ખામી પૂરાઈ જશે એવાં ચિહ્નો સ્પષ્ટ માલૂમ પડે છે. ભૂતકાળની રેતેની દિવાનગીરી હવે પાછી આવવાની નથી, પણ ભવિષ્યકાળની અનેક પ્રકારની રાજ્યદ્વારી સંસ્થાઓમાં જેને ખૂબ ભાગ લેશે એને! તરવરાટ દેખા દઈ રહ્યો છે.
વ્યાપારના ક્ષેત્રમાં જૈનેએ ઘણું ગુમાવ્યુ છે અને સટ્ટાના બાહુએ એની જડ પકડી છે, તેમાંથી નીકળવાના એને ફ્રાંકા મારવા પડશે, પણ એની નૈસર્ગિક વ્યાપારદક્ષતા એને વળી પાછા અગ્રસ્થાન પર જરૂર લઈ આવશે. એ દેશાટન કરી વ્યાપારનાં ગયેલાં ક્ષેત્રે જરૂર હાથ કરો.
ભાવી યુગમાં જૈન સ્ત્રીઓને ખૂબ અગ્રસ્થાન મળશે. અત્યાર સુધી એની થયેલી અવગણના ભરપટ્ટ હિસાબ માગશે અને કા દક્ષ જૈને એને ખૂબ અપનાવશે.
સંઘબંધારણમાં પૈસાદારને છેલ્લા પચાસ વર્ષમાં જે સ્થાન મળ્યું છે તે ચાલ્યું જશે. અને નવયુગમાં અક્કલ અને ચાતુર્યને તથા કૌરાલ અને ધીરજને સ્થાન મળશે.
સાધુની સંખ્યામાં પચાસ વર્ષમાં સારા વધારા થયા છે, પણ તેમનું સમાજમાં જે સ્થાન છે તે રાખવા માટે તેમણે વિજ્ઞાન અને ન્યાયને, ઇતિહાસ અને માનસશાસ્ત્રોને બહુ સારે। અભ્યાસ કરવા પડશે. તેમ નહિ થાય તે તે સ્થાન રહેવું ઘણું મુશ્કેલ લાગે છે. કદાચ સાધુ અને ગૃહસ્થ વચ્ચે એક સંયમી, બ્રહ્મચારી, પણ વાદુનમાં બેસનાર, અતિ કુશળ, મધ્યમ વર્ગનો જન્મ થશે અને તે સમાજસંચરણની દારી પેાતાને હસ્તગત કરશે. સમાજ અદ્રિતીય પ્રતિભાશાળી યુગપ્રધાનની રાહ જોશે, એ પ્રબળ પ્રતાપી મહાપુરૂષ સમાજવ્યવસ્થામાં મહાન ફેરફાર કરશે અને ધર્માંતે એના સનાતન સ્વરૂપમાં રજુ કરશે, જનતા તેને વધાવશે.
For Private And Personal Use Only