________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહેસવ અંક ? ગમાં અભ્યાસ ખૂબ વધ્યો છે અને હજુ મૂળ વધશે. અત્યારે ગુજરાત-કાઠિયાવાડમાં ધર્મશાસ્ત્રને અભ્યાસ કરાવતી ૪૫૦ પાઠશાળાઓ છે અને તે ઉપરાંત અનેક દિશાએ પ્રયાસ ચાલે છે. અત્યારે દર વર્ષે લગભગ બે હજાર ઉમેદવારો કેફરન્સની એજ્યુકેશન બોર્ડની પરીક્ષામાં બેસે છે અને તેને પૂછાતાં એક વર્ષનાં જ પ્રશ્નપત્રો તમે વાંચી જાઓ તે જણાય કે કેટલું સૂક્ષ્મગ્રાહી જ્ઞાન આગળ ધપે છે.
આપણે વિદ્યાના અન્ય ક્ષેત્રે તપાસીએ. પચાસ વર્ષ પૂર્વે એક પણ જૈન શ્રાવક લેખક તરીકે જાણવામાં આવ્યો નથી. આખા જૈન સાહિત્યના ક્ષેત્રમાં જોઈએ તે પંડિત ધનપાળ અને રાસકાર ઋષભદાસ સિવાય અન્ય કોઈ શ્રાવક લેખક તરીકે જાણવામાં નથી. કદાચ ટી ટી વ્યક્તિઓ થઈ હશે તે તે અતિ અલ્પ સંખ્યામાં જ હશે. અત્યારે આખા સમાજને હચમચાવે તેવા સંકડે લેખકે જૈન સમાજે છેલ્લા પચાસ વર્ષમાં નીપજાવ્યા છે અને ભવિષ્યના પચાસ વર્ષમાં તે સંખ્યા અનેકગણી વધવાને પૂરતે સંભવ છે. વિચારસામગ્રી વગર લેખક થવાતું નથી અને વિચારસામગ્રીનાં તે અત્યારે પૂર ચડ્યાં છે. એ પૂરનાં પાણી કયે એવારે ઉતરશે તે જૂદો સવાલ છે પણ લેખન, મનન અને ચિંતવનના ક્ષેત્રમાં છેલ્લાં પચાસ વર્ષે સારું કાર્ય કર્યું છે અને પ્રગત નવયુગ તેમાં ખૂબ વધારો કરશે એમ જણાવીએ તો તેમાં અતિશયોક્તિ લાગશે નહિ.
વતૃત્વને અંગે તો પચાસ વર્ષોએ અજબ પલટ કર્યો છે. તમે પૂર્વકાળનાં વ્યાખ્યાને સાંભળ્યાં હોય તે એક લેકને અર્થ કરવામાં અનેક ત્રુટિઓ અને જેમ તેમ કરીને સર્વમંત્રમાં અત્યં કરવું પડતું હતું, અને અત્યારે એક લેકના એક વિભાગ પર ખડી ભાષામાં શુદ્ધ ઉચ્ચારથી સર્વભાગ વસ્તુ આપનાર અનેક સાધુઓ તૈયાર થયા છે અને સરસ શ્રાવક વક્તાઓને તે પાર નથી. એક વિષય પર વિષયાંતર કર્યા વગર કલાક સુધી બેલનારા અત્યારે જેના કામમાં મોજુદ છે અને મુદ્દાસર સુબદ્ધ ભાષામાં દલીલ કરી હૃદય હચમચાવનારા શેભતી સંખ્યામાં છે. આ પ્રગતિ વિશાળ અભ્યાસને આભારી છે.
એક રીતે વિચારતાં પચાસ વર્ષ પૂર્વની સ્થિતિની ગત પચાસ વર્ષ સાથે સરખામણી કરવી એ અનુચિત છે. પૂર્વકાળનું ધોરણ સોળ આંક, કોકો, બારાક્ષરી, કાગળ, નામાં અને હિસાબનું હતું અને પંપાખ્યાન ભણેલે તે પાંચમાં પૂછાય એવો સમજુ ગણાતે. એવી સરખામણી વર્તમાનયુગના ન્યાય, ગણિત, ઇતિહાસ, ભૂગોળ, ભાષા આદિ અનેક વિષયગ્રાહી સાથે કરવી એ ઠીક જ લાગતું નથી. આપણે સંબંધ પણ છેલ્લા પચાસ વર્ષની પ્રગતિની નોંધ સાથે જ છે. એમાં દરેક વિષયના નિષ્ણાત તમને મળી આવશે. આગમજ્ઞાન, ન્યાય, વ્યાકરણ, જ્યોતિષ, કાવ્ય, રસ, ઇતિહાસ, કથા આદિ કોઈ પણ વિષય લેશે તે તમને આનંદ આપે તેવા પ્રથમ પંક્તિના નિષ્ણાતે મળી આવશે.
For Private And Personal Use Only