________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણૅ મહેાત્સવ અંક ૩૩
૩૧
આપણે સર્વાંથી પ્રથમ સાહિત્યક્ષેત્ર તપાસીએ. પચાસ વર્ષ પૂર્વે એક શુદ્ધ પ્રત મળી શકે તેમ નહતું, ઘણી મુશીબતે અનેક લાગવગ પછી અરધી પ્રત મળે અને તે પૂરી કરી પાછી આપે! ત્યારે બાકીની અરધી મળે. બન્ને એકઠી ન થાય તા અન્ને સ્થળે નકામી તે.
પચાસ વરસના અરસામાં સાહિત્યમુદ્રણ ઠીક થઇ ગયું. મહેનત કરી એક કાપી શુદ્ધ તૈયાર કરવામાં આવે તે પાંચસેહજાર શુદ્ધ પ્રતા અને. ઘણા અલ્પ મૂલ્યે તેને સ્વાધીન કરી શકાય અને અભ્યાસ કરવાની વૃત્તિવાળાને સગવડ વધે. એ ઉપરાંત એચાર અથવા તેથી વધારે પ્રતા એકડી કરી પાડાંતરા જોઇ શકાય અને તેની નોંધ નીચે ટીપ્પણીમાં આપી શકાય.
આથી સાહિત્યપ્રકાશનને ખૂબ જોશ મળ્યા, આથી અભ્યાસક વૃત્તિ ખૂબ ઉત્તેજિત થઇ, આથી ભંડારપતિએની એકહથ્થુ સત્તા પર ત્રાપ પડી અને સાહિત્યની ખ્યાતિ દિગંતમાં પ્રસરી.
એથી પણ વધારે મોટા લાભ એ થયા કે સન્મતિત જેવા ગ્રંથ જેને ખસ્સે વર્ષની આંધી લાગી ગઇ હતી, રત્નાકરાવતારિકા જેવા ગ્રંથ જે પ્રાયઃ અલભ્ય થઇ ગયા હતા અને સિદ્ધહેમ જેવા વ્યાકરણ ભૂલાઇ ગયા હતા તેને ઉદ્ધાર થયા. મૂળ સુત્રો-આગમે છપાઇ ગયાં, સુલભ્ય થઇ ગયાં અને અનેક કથાપ્રથા જનતાને જાણવાના મળ્યા.
હજુ પ્રકાશનકાર્યાં ચાલુ છે, લગભગ દરેક સાધુને બે-પાંચ ગ્રંથ પ્રકટ કરવાની ભાવના થઇ આવી છે એને પરિણામે અલભ્ય ગ્રંથાનેા સુયેગ પ્રાપ્ત થાય છે. કેટલાકને આમાં લાભ નહિ પણ લાગતા હાય, તદ્દન જૂની ઘરેડમાં ઉછરેલાને આમાં આશાતનાને પરિતાપ પણ લાગતા હરો, કેટલાક વ્યાખ્યાનપ્રિયાને આમાં પ્રવચનકારાની થતી ઉપેક્ષા પણ ધ્યાન પર આવતી હશે; પણ આ વસ્તુસ્થિતિ છે એ અત્ર જણાવવાને ઉદ્દેશ છે. અને પ્રસંગે એક વાત પણ કહી નાખવા જેવી કે આપણાં કાર્યોમાં લાભાલાભના સરવાળા બાદબાકી કરવાનાં હોય છે અને તે નજરે ટકા મૂકવામાં આવશે તેા સમદર્શીને આમાં લાભ જ વધારે લાગશે.
ખરી વાત એનું પરિણામ ભવિષ્યના પચાસ વર્ષમાં શું આવશે તે નજરે જોવાની છે. આવે સવાલ સોળમી સદીમાં પણ થયા હતા. તે વખતે શુદ્ધ પ્રતા લખાવવાની ભાવના ખૂબ જાગી, ખૂબ લહીઆએ રેકાયા અને ઘણી સારી નવીન શુદ્ધ પ્રત તૈયાર થઇ ગઈ. એના પરિણામે સત્તરમી સદીમાં પિંડતાની મેાટી હારમાળા ઉત્પન્ન થઇ. એ આખા ઇતિહાસ ખૂબ વિચારવા જેવા છે. ભવિષ્યના પચાસ વર્ષમાં ખૂબ અભ્યાસ વધશે, ખૂબ ચર્ચાએ થશે અને આખા ધચક્રમાં મહાપરિવર્તન થશે.
For Private And Personal Use Only