________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. :
૨૧ પડી શકે છે. પ્રસ્તુતમાં આપણે શ્રમણ-સંસ્કૃતિ અને તે પણ જૈન શ્રમણસંસ્કૃતિને લગતો ડેક વિચાર કરીશું.
દ્વાદશાંગી, ઉપાંગો વગેરે આગમિક સાહિત્ય એ જેન શ્રમણ-સંસ્કૃતિનું જળાશય છે. શ્રમણ્યનું પ્રતિબિંબ જેવા માટે એ ઉત્તમ સાધન છે. એ સાધન જેટલે અંશે નિર્મળ હોય તેટલે અંશે શ્રમણ-સંસ્કૃતિને સાચો ખ્યાલ આવે. અત્યાર સુધીમાં એ જળાશયમાં કાળાદિક કારણેને લઈને મલિનતાના પડો બાઝયા છે. એને દૂર કરવા માટે હાલમાં છેડા વખતથી પ્રયાસ ચાલુ છે.
પચાસ વર્ષ ઉપર જૈન સાહિત્યક્ષેત્ર જેટલું ખેડાયેલું હતું એના કરતાં આજે વિશેષ અને વિવિધ રીતે ખેડાયેલું છે. આગમો છપાવવા માટે પૂર્વ વિરોધ કરાતો હતો, આજે છેદસૂત્ર પ્રસિદ્ધ થવા માંડ્યા છે એટલું જ નહિ, પરંતુ આમેના ગુજરાતી અનુવાદો પણ પ્રસિદ્ધ થતા જાય છે, અને એ દિશામાં વિશ્વસનીય કાર્ય જૈન ધર્મ પ્રસારક સભા કરી રહી છે. વિશ્વવિદ્યાલયમાં પાઠ્ય-પુરતક તરીકે આગમને
સ્થાન અપાતું હોવાથી કેટલીક જૈન અને અજેન વ્યક્તિઓ પણ આજે આગમને કઈ કઈ ગ્રંથ છપાવી પ્રસિદ્ધ કરે છે, પરંતુ આ સર્વેમાં આગમાદય સમિતિ અને શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુરતોદ્ધાર સંસ્થાએ મોટો ફાળો આપે છે. જો કે એ બંને રથળેથી પ્રસિદ્ધ થએલા આગમોમાં આધુનિક પદ્ધતિને અનુકૂળ પ્રસ્તાવનાદિને પ્રાય: અભાવ જોવાય છે. અન્યોન્ય સ્થળેથી પ્રસિદ્ધ થયેલા ગ્રંથોમાં પણ કેટલીક વાર વિશિષ્ટ પ્રસ્તાવનાદિ નજરે પડતાં નથી. આવી ન્યૂનતાનાં અનેક કારણો સંભવે છે. એમાં (૧) એ તૈયાર કરવાની આવડતની ખામી, (૨) પ્રકાશકની આર્થિક પરિસ્થિતિ અથોત પ્રકાશન પાછળ ખર્ચ કરવામાં નડતી નાણાની ભીડ કે તંગી, (૩) એગ્ય સંપાદન કળાથી પરિચિત સંશોધકને સમય અને સાધનની જોઈએ તેવી સાનુકૂળતાની ન્યૂનતા અને (૪) પ્રકાશકાદિની ખોટી દખલગીરી. એ ચાર કારણોમાંથી ગમે તે એક કે એથી વધારે મુખ્ય ભાગ ભજવતા હોય એમ મારું નમ્ર મંતવ્ય છે.
આ મુશ્કેલીઓને દૂર કરવા માટે શું કરવું જોઈએ એને હું આજે ચારેક વર્ષથી વિચાર કરી રહ્યો છું. ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરમાં આપણે જે લગભગ ૫૦૦૦ જૈન હસ્તલિખિત પ્રતિઓ છે તેનું
For Private And Personal Use Only