________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
छाए नपान गर
સફળ નીવડે તે માટે જુદા જુદા ક્ષેત્રમાં નિપુણતા ધરાવનારા વિદ્વાને મેળવી તેમની પાસેથી ચગ્ય રીતે કામ લેવાવું જોઈએ. આ વિદ્વભંડળમાં કેટલાક અર્ધમાગધીના, કેટલાક સંસ્કૃતના અને કેટલાક પાલીભાષાના પ્રખર અભ્યાસીઓ હોય, વળી કઈ બાદ્ધ સાહિત્યના તે કઈ વૈદિક સાહિત્યના પારગામી હોય, કોઈ અંગ્રેજી ભાષા ઉપરાંત જર્મન વગેરે પાશ્ચાત્ય ભાષાના નિષ્ણાત હોય અને કેઈ આધુનિક વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પરિચિત હાય.
આ પ્રમાણેના વિવિધ અનુભવીઓ મળી આવતાં કામ સુંદર થવા સંભવ ખરે, તેમાં પણ આ કાર્યક્ષેત્રને સમજી શકે અને એને પ્રગતિને પથે ચડાવી શકે તેવાના હાથમાં આ વિદ્ર–મંડળનું સંચાલન કાર્ય સોંપાય તો એની પાછળ જે પૈસા અને શક્તિ ખર્ચાય તે જરૂર ઊગી નીકળે.
અત્રે એ વાત સ્પષ્ટ કરવી આવશ્યક જણાય છે કે એક વખતે યોગ્ય સંચાલકના હાથમાં કામ સંપ્યા પછી આર્થિક સહાયતા આપનારા ધનિક તરફથી કે આ કાર્યોને ઉપચાટિયે ખ્યાલ ધરાવનારાઓ તરફથી કઈ પણ જાતની ખાટી કનડગત થવી ન જોઈએ. સંચાલકમાં વિશ્વાસ રાખી કાર્ય થવા દેવું જોઈએ.
સહૃદય વિદ્વાનને સક્રિય સહકાર અને યથેષ્ટ દ્રવ્યની પ્રાપ્તિ એ આવા આગમ પ્રકાશક મંડળના બે મુખ્ય સ્તંભે છે, કેમકે મૂળ આગમોના પ્રકાશનની સાથે સાથે તેનું વિવરણાત્મક સાહિત્ય, મૂળના ગુજરાતી, હિંદી અને અંગ્રેજી અનુવાદ, સામાન્ય જનતાને ઉપયોગી આવૃત્તિઓ, મૂળ આગમને પરિચય, આકર ગ્રંથ, શ્રમણ ભગવદ્ મહાવીર સ્વામીનું જીવનચરિત્ર, પારિભાષિક શબ્દકોષ, જ્ઞાનમેષ, સંશોધનાત્મક લેખોથી વિભૂષિત ત્રિમાસિક વગેરેના પ્રકાશનને પણ સ્થાન આપવું ઘટે. વળી અદ્યતન સામગ્રી પૂરું પાડતું એક મહા પુસ્તકાલય પણ જોઈએ.
મેં આ યોજનાનો વિસ્તૃત વિચાર 3. બેલકર સાથે બે વર્ષ ઉપર કર્યો હતો. એના આધારે તે વેળા એક રોજના ઘડાઈ હતી. ભાંડારકર પ્રાચવિદ્યા સંશોધન મંદિરના એક અંગરૂપે જે આવું કાર્ય ઉપાડાય તે કેટલો ખર્ચ આવે અને તેની શી રીતે વ્યવસ્થા કરવી તેને
૧ વિઠગ્ય સામગ્રીને માટે આવી આવૃત્તિમાં ઓછો અવકાશ રહે. દાખલા તરીકે પાઠાંતરે પ્રાયઃ જતા કરવામાં આવે. હી. ર,
For Private And Personal Use Only