________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ વિસ્તૃત સૂચીપત્ર ( Lescriptive Catalogue ) તૈયાર કરવા માટે મેં અત્યાર સુધીમાં ત્યાં જે લગભગ અઢી વર્ષ ગાળ્યા તે દરમ્યાન મહાભારતનું સમીક્ષાત્મક અને સાંગોપાંગ સંસ્કરણ થતું મેં જોયું છે. એ પદ્ધતિને લક્ષ્યમાં રાખીને ખાસ કરીને આપણું આગમનું સંસ્કરણ થાય તે અજેન વિદ્વાનોને પણ આપણી સંસ્કૃતિને યથેષ્ઠ પરિચય કરવામાં સુગમતા થઈ પડે અને તેમ છતાં જગતભરમાં આપણી આહંત સંસ્કૃતિની ખરી કિંમત અંકાય.
આગમનું સંસ્કરણ એટલે કેવળ પાંચ-પચીશ હસ્તલિખિત પ્રતિ સામે રાખીને તૈયાર કરાયેલી મુદ્રણાલય-પુસ્તિકાનું પ્રકાશન નહિ, એ સંસ્કરણમાં તે ભાષાના વિકાસકમ, પદ્યના અંશેની પણ તારવણી, છેદોની વિવિધતાની તપાસ, પારિભાષિક શબ્દોની સૂચના, ગાથાને વર્ણાનુકમ, વિશિષ્ટ નામોની અનુક્રમણિકા, અજેન હકીકત, સમસમી સાહિત્યની અસર, તત્સમયની પરિસ્થિતિનો ચિતાર, ગષણીય તને ઉલ્લેખ, પ્રાસંગિક નોંધ અને વિવેચન ઈત્યાદિ વિગત ઉપર પૂરતું ધ્યાન અપાવું ઘટે. આગમના ઉત્પાદક અને આગમને સામાન્ય પરિચય આપ્યાથી પ્રસ્તાવના પૂર્ણ ન ગણાય, એમાં તો આખી શ્રમણ-સંસ્કૃતિના પ્રાદુર્ભાવાદિનો ઇતિહાસ સંકલનબદ્ધ અપાવો જોઈએ.
આ મહાભારત કાર્ય કોઈ એક વ્યક્તિથી કે સામાન્ય સ્થિતિવાળી સંસ્થાથી સર્વતોભદ્ર બનવું મુશ્કેલ છે, કેમકે પહેલાં પાંચેક વર્ષ તો પ્રકાશનની પીઠિકા તૈયાર કરવામાં પસાર થઈ જાય. હાથમાં લીધેલું કાર્ય
૧. આના અત્યાર સુધીમાં ૩૨૦ પૂછે છપાયાં છે. તેમાં ૩૬૩ હસ્તલિખિત પ્રતિઓનો સમાવેશ થાય છે. હી. ૨.
૨. આના સંપાદકને સાડી ઇસે રૂપિયાને પગાર અપાય છે. હી. ૨.
૩. આના બાહ્ય અંગની રૂપરેખા માટે જુઓ જેને પત્રમાં તા. ૧૨-૩-૧૯૭૩ થી ત્રહવિભાગોમાં છપાયેલે મારે લેખ નામે “ પ્રવચનની પ્રભાવનાનું પર્યાલોચન યાને જૈન સાહિત્યના ઉત્કર્ષ સંબંધી વિચાર.” હી. ૨.
૪. આ સંબંધમાં જુઓ “જૈન રીય મહોત્સવ અંક” માં પ્રસિદ્ધ થયેલો મારે લેખ નામે “જૈન સાહિત્ય અને દૃષ્ટિકોણ.” હી. ૨.
૫. મહાભારતનું ફક્ત આદિપર્વ પ્રસિદ્ધ થવામાં દશ-બાર વર્ષ કેમ નીકળી ગયાં એના અભ્યાસીને આ વાત સહજ સમજાશે. હી. ૨.
For Private And Personal Use Only