________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
65
* એમ પણ
રમતાં રમતાં માટીમાં વેરાયેલાં બીજ કાળક્રમે કેવાં વૃક્ષ રૂપે પરિણમે છે તે આપણે સા. જાણીએ છીએ. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, પચાસેક વર્ષ ઉપર એક બીજ રૂપ હતી. અનુકૂળ સંગો પ્રાપ્ત થતાં તે વૃદ્ધિ પામ: શ્રીયુત મિક્તિક આ લેખમાં એ ભૂતકાળનાં મીઠાં સંસ્મરણો ઉતારે છે.
તે દિવસે ગયા ! તે હિં વિસા તા: મારે માટે તે એ વાત ખરેખર સત્ય છે.
સાંજે દેરાસરે દર્શન કરવા જઈએ ત્યાં ગાંડ માળી બૂમ પાડે–આજે ચોપાની આવ્યાં છે–ચાલે સૌ સભાએ. સભાસ્થાન રહ્યું દેરાસરની નજીક જ. બાળ મસ્તીખોરે સભાએ આવે. ચોપાનીઆનાં-જૈન ધર્મ પ્રકાશનાંકડા પડ્યા હોય. કોઈ એને બેવડાં વાળે, કઈ એમાં પરબીડી નાખે, કોઈ પરબીડિયા પર ગુંદર લગાવે, કોઈ નામની કાપલીઓ કાપી એક નાના દાતરામાં એકઠી કરે, કેઈ તે પર ગુંદર લગાવે, કોઈ તેને પરબીડિયા ઉપર લગાવે અને રાતના દશ વાગે ત્યાં ૧૨૦૦-૧૫૦૦ માસિક ટપાલમાં નાખવા માટે તૈયાર થઈ જાય.
અને શ્રાવણ સુદ ત્રીજની વરતેજની નદીની મેજ તે આજે સ્વપ્ન સરીખડી લાગે છે. સવારથી વરતેજ જવાને ઉત્સાહ, ત્યાં પુજાની બહાર, કાસીઓની ઝુક, ગાંડા કમાની નરઘાની રછટ અને પ્રત્યેક પૂજામાં ત્રણ-ત્રણ, ચાર-ચાર વખત થતાં નવીન પ્રાસાદિક ઉપાડ અને તેની ઝીલાવટ. પછી વરતેજના ગંજીઆમાં દૂધપાક પૂરીના પ્રસાદ અને નદીની વેળુમાં માન્યવર પ્રમુખ, મંત્રી અને સભ્યની આદર્શ ચરિતાર્થતા. રાત્રીએ દેરાસરના પ્રકાશમાં મોતીચંદ ઉજમ અને ગોપાળજીભાઈના નાચ, ડાંડીઓ રાસ અને ઝવેરભાઈની તાભિમુખ વિચારસરણી. સભામાં કોઈ રાત્રે જાઓ તે તત્ત્વની ચર્ચા, જીવના ભેદની ગણના, સપ્તભંગીનું સ્વરૂપદર્શન, મુફની શબ્દ સુધારણા પર ચર્ચા, દ્રવ્ય-ભાવના રહસ્યો, નવીન ગ્રંથપ્રકાશનની યોજનાઓ અને તેમાં વચ્ચે વચ્ચે પરભુદાસ જેઠાભાઇના મીઠાં પ્રહસન, મગનલાલ પાનાચંદને તરવરાટ અને નવીન યુવકને તનમના. વ્યવહારઉપયેગી ધર્મસ-મુખ અને આંતરસ્પર્શતા અનેક વિશિષ્ટ પ્રસંગે.
For Private And Personal Use Only