________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achay
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ
અને જ્યારે જ્યારે વાર્ષિક સભા હોય ત્યારે કરાવજી મહારાજની અરજી તે હોય જ. સાહેબ! મારો પગાર જરૂર વધાર જોઇએ. અને સભાનો હિસાબ તે એવો ચોકો રહે કે એમાં પુસ્તકને પણ માસિક મેળ હોય.
અને એ કયો યુગ ! અત્યારે તે ઘણું માસિક નીકળે છે, લેખકે પણ સારી સંખ્યામાં પ્રાપ્ય છે, પણ તે વખતે તે મુદ્રણકળાની પણ આપણે ત્યાં હજુ તાજી
જ શરૂઆત થઈ હતી. અગ્યાર બાળકોએ મળીને કાઢેલી સભા ! બાળપણના રમકડાંમાંથી મોટી વિરાટ સભા થઈ ગઈ અને સોળ પાનાનું ડમી માસિક ત્રણચારગણું વધી ગયું. એ માસિકને પોષનાર કરતાં એના તરફ મમત્વ રાખનારને એના સુવર્ણ મહોત્સવનાં સર્વ માન ઘટે.
એક દિવસ શ્રીપૂજ મહારાજ તરફની નેટિસ આવે. તમારા અમુક લેખમાં અમારી બદનક્ષી થઈ છે. તુરત માસિકના સંચાલકે એકઠા થઈ જાય. અંદર અંદર વાતે ચાલે. યુવાન વય અને ઉત્સાહ, આત્મશ્રદ્ધા અને રચનાત્મક કાર્યપ્રણાલિકા. ગમે તે ભોગે આપણે લખેલું છે તે નભાવશું પણ તપાસ કરાવે કે આપણી ખબરો સાચી છે કે નહિ ? સત્યતાની ખાત્રી થતાં ગમે તે ભોગે સર્વ સહન કરવા તૈયાર. એ વિશાળ આદ્ય સ્થાપકાને નમન છે !
અને શાસ્ત્રદષ્ટિએ જરા પણ ક્ષતિ જણાય તો કબૂલ કરી ભૂલ સ્વીકારી લેવાની સરળતા અને સાથે ભોગ આપ પડે તે કાયદેસર સર્વ સહન કરવાની દઢતા. આ બન્ને ગુણોની પાછળ રહેલી ભવ્ય ભાવનાના ઓશીંગણમાં જે વિશાળ આદર્શ રહેલ છે તેનું તે દિવસે તે મૂલ્ય નહોતું, પણ આજે યાદ આવતાં પ્રેમાસુ આણે તેવા અનેક પ્રસંગે સિનેમાની ફીલમની માફક સામેથી ઓસરી જતાં જણાય છે.
અને એનાં અગીઆર મૂળ રથાપક તે વખતે પૂરા વીસ વર્ષની વયના પણ નહિ. એણે ભાષણો કર્યા. તચિત કર્યા, પૂજામંડળો સ્થાપી, ઉજણીઓ જમ્યા અને સમાજમાં અનેક નવી ભાવનાએ રેડી. એમણે વાવેલા નાના બીજે શાં શાં કાર્યો કર્યા તે જેવા આજે માત્ર તેમાંના ત્રણ હયાત છે. એમની છાતી એમના પિષિત પાત્રની સુવર્ણ જયંતિ ઉજવાતી જેઈ ગજ ગજ ઉછળતી હશે. એમણે જેન સમાજમાં નૂતન પ્રાણસંચાર કર્યો, એવી હર્ષઘણું સાંભળી એનો અંતરાત્મા પ્રસન્ન થતું હશે. આજે સર્વ હયાત હેત તે ઓર મજા આવત. હું તો એ સર્વને પૂજન ભણાવતાં, “ હાં રે નવી કરીએ રે નવી કરીએ' ગાતાં અને કસીની ધૂમ ચલાવતાં ચલતીમાંથી હીચમાં અને હીચમાંથી હાંસમાં રંગ રેડતા હજુ પણ સાંભળી શકું છું. એ એવા પણ હતા કે તેમનામાંના એક મગન પાનાચંદને એમણે કાંસીઓની હાંસમાં ખેસવી દીધા હતા, એ વાતની મજા તે ઠાંસ સમજનારને આવે તેમ છે.
અંતે સભા અને માસિક ઢાળ ઉપરથી ઉતરી ભરબજારમાં આવ્યા. ત્યાં
For Private And Personal Use Only