Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આઝાદી પહેલાં અને પછી
અમદાવાદમાં ‘પ્રજાબંધુ' નામનુ' ગુજરાતી સાપ્તાહિક ભગુભાઈ તેચંદ કારભારીએ શરૂ કરેલું (૧૮૯૮). એણે ૧૯૨૦ સુધીમાં શિક્ષણ ન્યાય આર્થિક વૈધાનિક જેવી બાબતામાં પ્રજાગૃતિ લાવવામાં ફાળા આપ્યા.૨૭ ૧૯૨૦ પછી ગાંધીજીની રાષ્ટ્રિય પ્રવૃત્તિઓ અને ૧૯૩૦ ના અસહકાર અને સવિનય ભંગના પગલામાં ‘પ્રજાબંધુ’એ ગાંધીજીને પ્રબળ ટેકે આપ્યા. સરકારના આદેશ પ્રમાણે જામીનગીરી આપવાનું ફરજિયાત હતું, પણ એમ ન કરતાં પ્રકાશન સ્વેચ્છાપૂર્વક બંધ રાખવું એવી ગાંધીજીની સલાહથી ‘પ્રજાબંધુ'નું પ્રકાશન બધ પડયું.ર૮ લાકાને સમાચાર મળતા રહે એ માટે સચાલકોએ રાજ ‘ગુજરાત સમાચાર' નામે સમાચાર-પૂર્તિએ પ્રગટ કરવાનું શરૂ કર્યું. (૧૬ જાન્યુઆરી, ૧૯૩૨), જે ખૂબ લેાકપ્રિય નીવડી. ૧૯૩૪ માં લડત બંધ પડી, પણ ‘પ્રજાબંધુ’ની એ સમાચાર-પૂતિ દૈનિક પત્ર ‘ગુજરાત સમાચાર'રૂપે ચાલુ રહી, ‘પ્રજાબ’ જ્યારે ફરી શરૂ થયું ત્યારે એની અંગ્રેજી કટારા બંધ કરવામાં આવી. આમ ‘પ્રજાબંધુ' અને ‘ગુજરાત સમાચારે' ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જાગૃતિ લાવવામાં અને કૅાંગ્રેસના આદેશ ફેલાવવામાં માંધપાત્ર ફાળા આપ્યા. અમદાવાદમાં જ નંદલાલ ખેાડીવાલાએ ‘સદેશ' નામના સાંજના નવા નિકની શરૂઆત ૧૯૨૩ માં કરી હતી.
૨૨
સૌરાષ્ટ્રનાં વમાનપત્રોમાં સૌથી જૂના અને ખ્ય પત્ર તરીકે ‘કાઠિયાવાડ ટાઈમ્સ' ૧૮૮૮(જાન્યુઆરી-૧થી સાપ્તાહિક તરીકે શરૂ થયેલું તેને ગણવામાં આવે છે.૨૯ એ ૧૮૮૮માં એપ્રિલથી અધધ સાપ્તાહિકમાં ફેરવાયું, ૧૮૯૦ માં (૧ લી જાન્યુઆરી) પૂર્ણ પણે અંગ્રેજી દૈનિક બન્યું અને અર્ધસાપ્તાહિક દ્વિભાષી આવૃત્તિ પણ ચાલુ રાખી શકયું', પણ આર્થિક સમસ્યાને લીધે ૧૯૦૨ પછી માત્ર સાપ્તાહિક આવૃત્તિ ચાલુ રખાઈ.૩૦ સૌરાષ્ટ્રમાં જોમવંતા, નીડર અને પ્રજાલક્ષી પત્રકારત્વની શરૂઆત ૧૯૨૧(૨૭, કટાબર)માં રાણુપુર નામના નાના ગામમાંથી અમૃતલાલ દલપતભાઈ શેઠે ‘સૌરાષ્ટ્ર' નામે સાપ્તાહિક પ્રગટ કરીને કરી.૩૧ ૧૯૩૦ માં ધાલેરા સત્યાગ્રહ વખતે આ પત્રનું કાર્યાલય સત્યાગ્રહસ’ગ્રામનું મુખ્ય મથક બની ગયું હતું. આવી પ્રવૃત્તિઓના કારણે એ ૧૯૩૧ માં બંધ પડયું. ૧૯૩૨ માં જેલમાં છ મહિના રહ્યા બાદ છૂટીને બહાર આવી કકલભાઈ કાઠારીએ સૌરાષ્ટ્ર' પત્રે અધૂરા રાખેલા કાને આગળ ધપાવવા એને ‘ફૂલછાબ’ને નામે સાપ્તાહિક તરીકે શરૂ કરાવ્યું. પછીના સમયમાં એનું સંપાદન કલભાઈ સાથે રહીને ઝવેરચંદ મેધાણીએ પણ સંભાળ્યું હતું. આજે એ દૈનિક તરીકે રાજાટથી પ્રસિદ્ધ થાય છે.૩૨ કકલભાઈ કાઠારી સમય જતાં