Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં
તરીકે ૧૮૧૯(ઑકટોબર, ૭)માં અમદાવાદથી શરૂ કર્યું. આ પત્રે એની લાંબી કારકિદી દરમ્યાન પ્રજામાનસને વિકાસ સાધવાનું, જીવનના દરેક ક્ષેત્રમાં શિક્ષણ આપવાનું તથા પ્રજાને દરવણ આપવાનું અનન્ય કાર્ય કર્યું. ૧
આ સમયમાં બોમ્બે ક્રોનિકલ' ફરી શરૂ થયું એટલે “યંગ ઈન્ડિયા” ફરી સાપ્તાહિક બન્યું. ગાંધીજીની સૂચનાથી “યંગ ઈન્ડિયાને મુંબઈથી અમદાવાદ લાવી પ્રગટ કરવાનું નકકી કરાયું. આમ ગાંધીજીએ લેકેને સત્યાગ્રહની તાલીમ આપવાને યથાશક્તિ આરંભ કર્યો. આ પત્રે ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રમાં જ નહિ, પણ ગુજરાતના સમાજજીવનમાં પલટો આ , નવીન બળ પ્રેર્યું અને ગુજરાતી ભાષા સાહિત્ય અને એના અભ્યાસને અભૂતપૂર્વ વેગ આપે. એ પત્ર ન્યાય અને નીતિ, સત્ય અને વિશ્વબંધુત્વના ધેરણ પર ચલાવવામાં આવતું હતું, જે તત્વ આધુનિક પત્રકારત્વમાં વિરલ ગણાય. રાજકીય વાતાવરણ અને સત્યાગ્રહી ચળવળને લીધે ૧૯૩૨ માં “નવજીવન' બંધ થયું. ૧૯૩૧ માં ગાંધીજીને જેલમાં રહેવું પડયું હતું. એમની અટકાયત દરમ્યાન એમને લાગ્યું કે માત્ર હરિજનના ઉદ્ધાર માટે જ હોય તેવું એક પત્ર ચલાવવું. થોડા સમય બાદ હરિજન”ના નવા નામે એક પત્ર ૧૯૩૩(ફેબ્રુઆરી, ૧૧)થી શરૂ થયું તેના તંત્રી તરક ચંદ્રશંકર પ્રાણશંકર શુકલ હતા. ગાંધીજીના અને અન્ય વિચારકાના લેખ એમાં આવતા. ગાંધીજીએ એમનાં “ઈન્ડિયન ઓપિનિયન” યંગ ઈન્ડિયા” નવજીવન” અને “હરિજન” પત્રો દ્વારા પોતાના વિચાર પ્રસરાવ્યા, એટલું જ નહિ, પણ એ દરમ્યાન તંત્રી માટેનાં ધોરણ પણ નક્કી કરી આપ્યાં. ૨૪ “હરિજન” ગાંધીજીની ૧૯૪ર માં ધરપકડ થતાં બંધ પડયું. ૧૯૪૪ માં ગાંધીજી છૂટયા પછી છેક ૧૯૪૬માં એ પુનઃ શરૂ થયું અને ૧૯૪૮ માં ગાંધીજીની હત્યા થયા બાદ બે મહિના સુધી ચાલી બંધ પડી ગયું.૨૫
આ સમયમાં ગુજરાતી વર્તમાનપત્રો અને એમાં પણ વિશેષ કરીને સાપ્તાહિકોમાં તંત્રીઓ તરફથી અંગ્રેજીમાં નેધ (Notes) લખવામાં આવતી. પ્રાંતીય ભાષાથી અજાણ હોય તેવા સરકારી અધિકારીઓ આવી નેંધ વાંચી પ્રજાની ઈચ્છા જાણી શકે એવો એની પાછળ આશય હતું. ગાંધીજીએ આવી નેંધ પ્રગટ કરવા સામે વિરોધ કરતાં ઘણાં વર્તમાનપત્રોમાં આવી ન આપવાનું બંધ થયું. ગાંધીજીનું આ પ્રદાન નોંધપાત્ર ગણું શકાય.
ગુજરાતમાં સ્વતંત્ર સમાચારવ્યવસ્થા સાથેના દૈનિકોની જરૂરિયાત સમજવા લાગી. સુરત અને અમદાવાદમાં દૈનિક યુગ શરૂ થયું. ૨૨