Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં
૧૮
બધા વક્તાઓ પાસે ગુજરાતીમાં ભાષણ કરાવ્યાં. મહમદઅલી ઝીણું પણ ગુજરાતીમાં બોલ્યા. ટિળકને ગુજરાતી આવડતું ન હોવાથી એમણે મરાઠીમાં કરેલું પ્રવચન પાપડેએ એમની વિલક્ષણ ગુજરાતીમાં ભાષાંતર કરીને સરસ રીતે સમજાવ્યું. અન્ય પરિષદમાં પહેલે ઠરાવ બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યે વફાદારીને કરવામાં આવતું હતું એ શિરસ્તો ત્યજી દેવાયે. બીજે વર્ષે આવી પરિષદ ભરાય ત્યાંસુધી કામ કરતા રહેવાને ઠરાવ કરી કારોબારી સમિતિની રચના કરવામાં આવી. પોતે પરિષદના પ્રમુખ હોવાથી ગાંધીજી કારોબારી સમિતિના પ્રમુખ બન્યા. સરદાર પટેલ એના મંત્રા અને ઇંદુલાલ યાજ્ઞિક એના સંયુક્ત મંત્રી નિમાયા. સંસ્થાનું મથક અમદાવાદ રાખવામાં આવ્યું.૧૨ પરિષદના મંત્રી તરીકે સરદાર વલ્લભભાઈએ વેઠની પ્રથા નાબૂદ કરવા માટે મક્કમ બની મુંબઈ પ્રાંતના વડા તરીકે રહેલા ઉત્તર વિભાગના કમિશ્નર મિ. પ્રેટ સાથે રેવન્યૂ ખાતાના સચોટ પત્રવ્યવહાર ચલાવ્યું. વેઠ વિરુદ્ધ પત્રિકાઓ છપાવી અને ગામડે ગામડે વહેંચાવી. બેશક, એ પ્રથા નાબૂદ તો ન થઈ, પણ એને ત્રાસ ઓછો થયો. ગુજરાત સભાએ ૧૯૧૭–૧૮ માં અમદાવાદ જિલ્લામાં દુષ્કાળ પડ્યો ત્યારે દુષ્કાળ-સંકટ-નિવારણની અને ૧૯૧૮ માં અમદાવાદમાં ઈન્ફલુએન્ઝા બહુ જોરથી વ્યા ત્યારે ઘેર ઘેર ફરી લેકેને દવાઓ પહોંચાડવાની માનવતાભરી કામગીરી કરી હતી. ૧૯૧૭ માં જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ નાજુક તબકકામાં આવી પડયું હતું ત્યારે હિંદના લેકોને જવાબદાર રાજતંત્ર આપવામાં આવશે એવી જાહેરાત હિંદના મંત્રી મૅન્ટગ્ય તરફથી કરવામાં આવી હતી. એ ઍન્ટેગૂ ઇંગ્લેન્ડથી હિંદ આવી ગાંધીજીને મળવા જાય ત્યારે ઓછામાં ઓછી લાખ માણસોની સહીવાળી સ્વરાજ્યપ્રાપ્તિ માટેની અરજી રૂબરૂમાં સુપરત કરવાની હતી. અરજી પર સહીઓ ભેગી કરવાનું કામ ગુજરાત સભાએ કર્યું હતું. ખેડા જિલ્લામાં ૧૯૧૭ માં ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જવાથી મહેસૂલ-ફી મેકૂફ રાખવાની ચળવળ પણ ગુજરાત સભાએ ઉપાડી હતી.
ગુજરાત રાજકીય પરિષદના અધિવેશન ૧૯૧૭ માં ગોધરામાં ગાંધીજીના, ૧૯૧૮ માં નડિયાદમાં વિઠ્ઠલભાઈ પટેલન, ૧૯૧૯ માં સુરતમાં ગોકુળદાસ કહાનદાસ પારેખના, ૧૯ર૦માં અમદાવાદમાં અબ્બાસસાહેબ તૈયબજીની, ૧૯૨૧માં ભરૂચમાં સરદાર વલ્લભભાઈ પટેલની, ૧૯૨૨ માં આણંદમાં કસ્તૂરબાના અને ૧૯૨૩ માં બારસદમાં કાકાસાહેબ કાલેલકરના પ્રમુખપદે યોજાયાં હતાં. આમ ગુજરાત સભા અને ગુજરાત રાજકીય પરિષદે ગુજરાતમાં લોકજાગૃતિ લાવવાની અને બ્રિટિશ સરકાર સામે લડત આપવા લેકેને તૈયાર કરવાની મહત્વપૂર્ણ કામગીરી કરી.૧૩