Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૮
આઝાદી પહેલાં અને પછી
મહત્વનું કામ કર્યું. ટિળકની હોમરૂલ ચળવળની પણ અસર પડી. બંને ચળવળાથી લેકેમાં જો પેદા થયે અને કાંઈક કરવાની તમન્ના ભગી, પણ હજુ કોઈ નિશ્ચિત કાર્યક્રમ કે સાધન પ્રાપ્ત થયાં ન હતાં. આમ છતાં
સ્વરાજ્યની લડત ચલાવવા ગાંધીજી માટે સક્રિય કાર્યક્રમ આપવાની માગ સરળ બન્યા હતા. ગાંધીજીના આગમન અને ટિળકના અવસાનથી હેમરૂલ ચળવળને અંત આવ્યે. ગાંધીજીને વસવાટ
ગોપાળકૃષ્ણ ગેઇલે(૧૮૬૬-૧૯૧૫)ની પ્રેરણાથી ગાંધીજી હિંદમાં આવ્યા (જાન્યુઆરી, ૧૯૧૫) અને એમની સલાહથી ગાંધીજીએ એક વર્ષ સુધી રાજકીય પ્રવૃત્તિમાં પડ્યા વગર દેશની સાચી સ્થિતિનું અવલોકન કર્યું.
ગાંધીજીએ સૌરાષ્ટ્રમાં પ્રવાસ કર્યો. શાંતિનિકેતનમાં થોડો સમય રહ્યા, જ્યાં રવીંદ્રનાથ ટાગોરે એમને “મહાત્મા'ની પદવીથી વિભૂષિત કર્યા. ગાંધીજીએ અમદાવાદ આવી કે ચરબ નામના પરા પાસે બેરિસ્ટર જીવણલાલને બંગલે ભાડે રાખી ત્યાં સત્યાગ્રહાશ્રમની સ્થાપના કરી (મે, ૧૯૧૫). આશ્રમના એક મહત્વના અંગરૂપ કાઢવા માટે ધારેલી રાષ્ટ્રિય શાળાની પણ એક યેજના એમણે હાથ ધરી હતી.૧૦ એ યોજના સમજવા બેએક વખત ગુજરાત કલબમાં જવાનું થતાં એ ત્યાં સરદાર વલ્લભભાઈ, દાદાસાહેબ માવળંકર, ચિમનલાલ ઠાકર જેવાના પરિચયમાં આવ્યા. એ સમયે એઓ ગાંધીજી પ્રત્યે આકર્ષાયા ન હતા, પણ ગાંધીજીએ ૧૯૧૭ માં ચંપારણમાં કરેલા કાર્યથી અને ચંપારણ છોડી જવાના મેજિસ્ટ્રેટના હુકમને સવિનય અનાદર કર્યા બાદ એમના પર ચાલેલા કેસ દરમ્યાન એમણે કરેલા ગૌરવયુક્ત નિવેદનના અખબારમાં આવેલા અહેવાલની અસર ગુજરાત કલબના સભ્યો પર પડી. પરિણામે તેઓએ ગાંધીજીને ગુજરાત સભાના પ્રમુખ થવા વિનંતી કરી.૧૧
જેની સ્થાપના ૧૮૮૪ માં થયેલી તે ગુજરાત સભા રાજકીય પ્રશ્નોમાં રસ લેતી હતી. ૧૯૧૭ માં ગાંધીજીને પ્રમુખ બનાવ્યા બાદ નકકી કર્યું કે દર વર્ષે ગુજરાતમાં રાજકીય પરિષદ ભરવી. એ મુજબ પહેલી ગુજરાત રાજકીય પરિષદ ગેધરામાં મળી. આ પરિષદની કેટલીક બાબતો નેંધપાત્ર હતી. એમાં મુંબઈથી આવેલા ટિળક, એમના મિત્ર છે. એસ. ખાપડે તથા હિંદુ-મુસ્લિમ એકતાના એ સમયના ચુસ્ત હિમાયતી મહમદઅલી ઝીણાની હાજરી નેંધપાત્ર હતી. ગાંધીજીએ દેશમાં ભરતી અન્ય રાજકીય પરિષદોની સરખામણીમાં આ પરિષદને અપૂર્વ બનાવી.