Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં
૧૭.
હતાં. વળી આ સમયે એની બિસન્ટ હિંદના ઉત્કર્ષના કાર્યમાં પહેલેથી પ્રવૃત્ત હતાં તે સક્રિય બન્યાં હતાં. કોંગ્રેસનું કાર્ય મંદ ગતિથી ચાલતું હતું એનાથી એમને અસંતોષ હતો. એએ ૧૮૧૪ માં કોંગ્રેસમાં જોડાયાં અને એની સાથે એઓ નવા વિચાર, નવું બળ, નવી દૃષ્ટિ અને નવી સાધનસામગ્રી લેતાં આવ્યાં. ટિળકે ૧૯૧૫ માં રાષ્ટ્રવાદીઓની એક પરિષદ મુંબઈમાં બોલાવ્યા બાદ ચર્ચા વિચારણાના અંતે “હેમરૂલ લીગની સ્થાપના કરી (૧૬ ફેબ્રુઆરી, ૧૯૧૬).
હેમલ ચળવળ એટલે હિંદીઓ પિતાનું રાજ્ય પોતે કરે એવું સ્વરાજ્ય સ્થાપવાની ચળવળ. સ્વદેશી ચળવળ પાછળ સ્વરાજ્ય સ્થાપવાને આશય હતો, પણ એને તાત્કાલિક હેતુ બંગાળના ભાગલા રદ કરવા અને પ્રજામાં રાજકીય જાગૃતિ આણવાને હતો. જોકે સ્વરાજ્યની વ્યાખ્યા આ સમયમાં સ્પષ્ટ ન હતી છતાં લેકશાહી ઢબનું એક પ્રકારનું સ્વશાસન હિંદને મળે એ આશય એની બિસન્ટ ચલાવેલી હોમરૂલ ચળવળને હતા.પ
આમ દેશમાં ટિળક અને બિસન્ટની એમ બે હેમરૂલ લીગ' સ્થપાઈ. આમ છતાં એ પરસ્પર સહકારથી કામ કરતાં રહ્યાં. ટિળકનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા પ્રદેશમાં હતું, તે બિસન્ટનું દેશવ્યાપી હતું.
ગુજરાતમાં હેમરૂલ ચળવળની નેંધપાત્ર અસર દેખાઈ. મુંબઈમાં સ્થપાયેલી ગુર્જર સભા'ના ગુજરાતી કાર્યકરોએ ગુજરાતની ઘણીવાર મુલાકાત લઈ ભાષણ આપી હોમરૂલ ચળવળને કપ્રિય બનાવવા પ્રયાસ કર્યા હતા. દાદાભાઈ નવરોજી(૧૮૨૫ –૧૯૧૭)એ પણ આ ચળવળને ટેકે આ હતો. એની બિસન્ટની ધરપકડ મદ્રાસમાં ૧૯૧૭(જુલાઈ)માં કરવામાં આવી ત્યારે ગાંધીજીએ એમની મુક્તિ માટે અસહકારની ચળવળ શરૂ કરવા સૂચન કર્યું હતું. એ અંગે સુરત અબ્રામા કછોલી ભરૂચ જંબુસર આમોદ નડિયાદ આણંદ ઉમરેઠ ચિખોદરા ચકલાસી ગોધરા દાહોદ વગેરે સ્થળોએ સભાઓ થઈ હતી. અમદાવાદમાં ગાંધીજીના પ્રમુખપદે દશ હજારની સભા એની બિસન્ટની ધરપકડના વિરોધરૂપે થઈ હતી. એની બિસન્ટને ત્રણ મહિના બાદ છુટકારો થતાં સત્યાગ્રહ કરવાની હવા દેશભરમાં ફેલાઈ હતી તે મંદ પડી ગઈ. એની બિસન્ટને છુટકારો થયો એ સમયમાં ‘નવજીવન અને સત્યમાં બંકિમબાબુના બંગાળી રાષ્ટ્રગીત વંદેમાતરમનું સમલૈકી ગુજરાતી પહેલી વાર પ્રગટ થયું હતું. ૧૯૨૭માં એની બિસન્ટ કોંગ્રેસ–પ્રમુખ બન્યાં હતાં.
આમ ૧૯૧૬ થી ૧૯૧૮-૧૯ નાં વર્ષોમાં હોમરૂલ ચળવળે દેશમાં અને ગુજરાતમાં જાગૃતિ લાવવાનું અને સ્વરાજ્યની લડત માટે લેકેને તૈયાર કરવાનું