________________
या गौर्वनिपति निष्कृतं पया दुहाना बतनीरवारतः। सामब्रुवाणा वरुणाय दाशुषै देवेभ्योदाशद्धविषा विवस्वते ।।
(રૂ. ૮-૨-૧૦-૧). પૂર્વોક્ત પૃથ્વિ પિતાના માર્ગમાં નિરંતર બિલકુલ અટક્યા વિના સૂર્યની આસપાસ ફરે છે. તે પૃવિ વગેરે ગોળાઓના માર્ગ પરમેશ્વરે નિયત કરેલા છે. તે સર્વ પ્રકારનો રસ તથા ફળ મનુષ્યને આપીને વારંવાર તૃપ્ત કરે છે. આ ભ્રમણરૂપ પોતાનું વ્રત તે નિયમપૂર્વક પાલન કરે છે, આ પૃથ્વિ દાન કરનારને શ્રેષ્ઠ કર્મ કરનારને અને વિદ્વાનોને સર્વ પદાર્થોથી સર્વ પ્રકારનું સુખ આપે છે. એટલું જ નહિ પણ તે પ્રવિ પ્રાણિઓની વાણીની હેતુભૂત છે.” त्वं सोमपितृभिः संविदानोऽनुयावा पृथिवी आततंथ
(રૂદ ૬-૪–૧૩-૩). “ચંદ્ર પોતાના પાલન કરવા યોગ્ય ગુણોવાળા જેવો થઈ પૃવિની આસપાસ ફરતાં ફરતાં સૂર્ય અને પૃવિની વચ્ચે પણ કદિ કદિ આવે છે.” આ મંત્રમાં પ્રવિની આસપાસ ચંદ્ર કરે છે અને તે પૃવિ તથા સૂર્યની વચ્ચમાં પણ આવે છે એમ કહેલું છે.
आकृष्णेन रजसा वर्तमानो निवेशयन्नमृतं मर्त्य च। हिरण्ययेन सविता रथेना देवो याति भुवनानि पश्यन् ।
(યજુ. ૩૩–૪૩). “સૂર્ય સર્વ ગોળાઓની સાથે આકર્ષણ વડે જ સંબંધ રાખે છે. સૂર્ય જાતિમય અને રમણ આનંદ ઈત્યાદિ વૃત્તિ ઉત્પન્ન કરનાર જ્ઞાન અને તેજથી યુક્ત છે, તે મનુષ્યાદિ મૃત્યુલોક અને સત્ય વિજ્ઞાન કિરણ સમુહ વિગેરેને વ્યવસ્થાથી પોતપોતાની કક્ષામાં રાખે છે તે જ પ્રમાણે પૃથ્યાદિ લોક ઉપર જ્ઞાન, વૃષ્ટિ અથવા રસનું સિંચન કરે છે. આ પ્રકાશમાન સૂર્ય સર્વ લેકને આશ્રય છે અને સર્વ જગતના પદાર્થ માત્રનું -સ્વરૂપ દેખાડતો દેખાડતો ગમન કરે છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com