________________
૧૦૦
ધર ભટ્ટની ચંદ્રગુણ નામની સ્ત્રીને પેટે થયો હતો. તેમણે બોદ્ધ ધર્મના આચાર્ય શ્રીનીકેત પાસે અભ્યાસ કરી એ ધર્મનું જ્ઞાન મેળવ્યું અને બ્રાહ્મણ ધર્મ ભ્રષ્ટ કરવા તે કેવા કુતર્કો શિષ્ય વર્ગને શીખવતા હતા તે જાણી લીધું. પછી ચંપાનગરીમાં આવી વેદ ધર્મ કેવી રીતે સ્થાપ તેના વિચારમાં ફરતા હતા; એટલામાં જ ત્યાંની રાણી જે વિણવ સંપ્રદાથની હતી તેના મુખમાં “શું કરું ? કયાં જાઉ ? હવે વેદના ઉદ્ધાર કોણ કરશે?” એવી મતલબને બ્લોક સાંભળ્યો. તેના જવાબમાં “ મત ચિંતા કરે મહારાણી, છે, ભટ્ટાચાર્ય ભૂપરે ” એ જવાબ તેમણે દીધો. આ સાંભળી રાણીએ તેમને પોતાની પાસે બોલાવીને કહ્યું કે “ રાજા મને ખાદ્ધ ધર્મમાં દાખલ કરવા માટે સતાવે છે, માટે તમે કાંઈ જલદી ઉપાય કરે” આવી અણધારી ઉત્તમ તક મળવાથી ૧ભટ્ટાચાર્યે તે ખાઈને બોદ્ધ મત ખંડનના કેટલાએક શ્લોક શીખવી સુચના કરી કે સમયાનુકુળ રાજાને તે સંભળાવતાં રહેશે. રાણીએ દરરોજ તે પ્રમાણે કરવા માંડયું, તેથી કેટલાક સમય પછી રાજાની બુદ્ધિમાં ફરક પડવા લાગ્યો અને તે પ્રમાણે તેમની આસ્થા પણ ખાદ્ધ ધર્મ ઉપરથી કમી થવા લાગી.
કુમારિક ભટ્ટે આટલા સમયમાં બદ્ધ ધમ ખંડનના સાત ગ્રંથ તૈયાર કર્યા; અને વિશ્વરૂપ, મુરારિમિશ્ર, પાર્થ પ્રભાકર, સારથી મિશ્ર, તથા મંડન મિશ્ર, વગેરે શિષ્યને શીખવી તૈયાર કર્યા. પછી શિષ્યો સહ ચંપાનગરીના રાજા સુધન્વાની સભામાં ખાદ્ધોના આચાર્યો સાથે. વાદવિવાદ શરૂ કર્યો. બાબ્દો વેદનું ખંડન કરવાનાં તર્ક વાકયો બોલ્યા અને અરસપરસ ખંડન મંડન થવા લાગ્યાં. ભટ્ટાચાર્ય યુક્તિરૂપી કુવાડાથી ખાદ્ધ મત રૂપી વૃક્ષોનું છેદન કરવા માંડ્યું અને બુદ્ધિ આત્મા છે એવો મત દ્વાચાર્યોએ પ્રકાશિત કર્યો હતો તે કેવળ પાખંડ છે એમ સિદ્ધ કરી આપ્યું. અંતે બાદ્ધના તકે ભટ્ટાચાર્યના તર્કથી
૧. વ્યાકરણાદિ ગમે તે એક શાસ્ત્ર જાણતા હોય તેને શાસ્ત્રી અને ઘણું સા જાણતો હોય તેને જ ભટ્ટ કહેતા. ભટમાં પણ જેઓ અમુક શાસ્ત્રના આચાર્ય યોગ્ય જ્ઞાન મેળવતા તેમને ભટ્ટાચાર્ય કહેતા. એ પ્રમાણે આ દેશમાં અવટ (ઉપનામ) હતાં. હાલ તે માત્ર ઘણી ખરી અવટંક નામ માત્રની જ રહી છે. કાળા અક્ષરને કુટી મારે તેવા બ્રાહ્મણ પણ ભટ્ટની પદવી ધરાવે છે !!
આવી રીતે તમામ જાતોમાં પણ થયેલું છે. સાપ ગયા. અને લીસોટા રહી ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com