________________
૧૧૫
સંપ્રદાય માનવને નામે ઓળખાય છે. આ પંથવાળાઓ પોતાના મતનું નામ મહાનુભાવ જણાવે છે. આ પંથવાળા કૃષ્ણ ભટને કૃષ્ણ સમજી તેની મૂર્તિની ઉપાસના કરે છે, ગુરુ દત્તાત્રયને ભજે છે, કૃધ્વની રામક્રિડાદિક ક્રિયાઓ કરે છે, જીવહિંસા પ્રત્યે તેમને એટલો બધો ધિક્કાર છે કે જે પશુ હત્યા તેમના ગામમાં થવાની હોય તો તે દિવસે તે લોકે ગામ છોડી જંગલમાં જઈને રહે છેએકજ વખત જમણ પીરસે છે. તેમની વિવાહ વિધિ વિચિત્ર છે. જે પુરૂષને પરણવાની ઈચ્છા હોય તે પિતાની ઝાળી જે માનભાવિણી પિતાને પસંદ હોય તેની ઝાળી ઉપર મૂકે છે, તે ઝાળી માનભાવિએ જયા પછી રહેવા દીધી તે તે સાથે લગ્નને નિશ્ચય કરી ચુકે અને ન રહેવા દે તો નહિ. જે લગ્ન થવાનું થાય તો જુદી જુદી બે પથારીઓ કરી તેમાં વર કન્યા અલગ અલગ સૂવે છે અને પછી મઠના મહંત સમક્ષ વર બોલે કે “ કૃષ્ણને ગડબડ ગુ ડે આવ્યા” એ સાંભળીને કન્યા કહે કે “ખુશીથી આવવા દ” એટલે વર આળોટતો આળોટતો કન્યાની પાસે જાય છે એટલે બંનેને વિવાહ થઈ ચૂક્યો ગણાય છે! આ ધર્મવાળા પોતાના ધર્મની વાત બીજા ધર્મવાળાને કહેતા નથી. એમને પુરાણુ ગ્રંથા જુદી લિપીમાં છે, એ લિપિ માનમાવિ દીક્ષા લીધા વગરનાને સમજાવતા નથી. આ પંથ માનનારા મહારાષ્ટ્ર અને વરાડ પ્રાંતમાં છે. તેમના આચાર્યને મહંત કહે છે. તેમના રૂદ્રપુર, કાજે, દરિયાપુર, ફત્રણ અને પઠણ એ પાંચ ગામમાં મઠ છે. એ સિવાય નમઠ, નારાયણમ, પ્રવરમઠ, રષિમઠ અને પ્રશાંતમઠ એ પાંચ ઉપમક છે. એક મહતના હાથ નીચે ઘણા માનભાવ હોય છે. એક મહંતના સમાધિસ્થ થયા પછી તેના સર્વ શિષ્યોમાંથી વધુમતે જે યોગ્ય ઠરે તેને ગાદી મળે છે. મહંતને છત્ર, ચમ્મર, પાલખી, શિક્ઝા, વિગેરે રાજ્ય ચિન્હ હોય છે. એ પંથમાં ગૃહસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એમ બે આશ્રમ છે અને સંન્યાસાશ્રમ વાળાને પણ પરણવું હોય તો તે માટે માંહે પરણી શકે છે.
નિમ્બાર્ક સંપ્રદાય. આ મતની સ્થાપનાર નિમ્બાર્ક ઉરફે ભાસ્કરાચાર્યને જન્મ ઈ. સ. ના ૧૧ મા શતકમાં નિઝામ રાજયના દર ગામમાં થયો હતો. તેમણે નાની ઉમરમાંજ પોતાના પિતા પાસે જ્યોતિષ, ખગોળ અને વાદિ વિઘાનું અધ્યયન કર્યું હતું. તેમણે ઈ. સ. ૧૧૫૦ માં સિદ્ધાંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
નિ
: .