________________
૧૨૪
શિખ ધર્મ. આ ધર્મના સ્થાપક મહાત્મા નાનકનો જન્મ ઈ. સ. ૧૪૬૯ માં નાનકુચાન (પંજાબ) માં થયો હતો. તેમના પિતાનું નામ કાળુ વિદી હતું અને ક્ષત્રીય જાતિના હતા. નાનકને એક નાનકી નામની બહેન હતી, તે જયરામ નામના કણિયા સાથે સુલતાનપુરમાં પરણાવી હતી. નાનકે ફારસી ભાષાનું અને હિસાબનું જ્ઞાન મેળવ્યું હતું. નાનકનું ચિત્ત સંસારમાં ચાટતું નહતું તેથી તેના બાપે તેને વેપારમાં નાંખવાને વિચાર કરી બાળ નામના એક સિંધ જાતિને જાટે સાથે ૪૦ રૂપિઆ આપી દેશાવર વેપાર કરવા સારૂ મોકલ્યો. રસ્તામાં સંન્યાસીના ટોળાને મેળાપ થતાં વાતચિત્તથી વસ્તુ માત્રનું મિથ્યાપણું અને વસ્તિમાં રહીને સંસારની ખટપટમાં ભાગ લેવાથી જીવને અનેક તરેહની ચિંતા તથા આફતો થાય છે વિગેરે શિક્ષણ મળ્યું તેથી નાનકે તમામ રૂપિઆ તે સંન્યાસીઓને આપવા માંડયા; પરંતુ તેમણે લેવા ના પાડી; તેથી અન્ન લાવી તેમને જમાડી તે ઘેર પાછા આવ્યો, અને પિતાના ભયથી એક વૃક્ષની ડાળમાં સંતાઈ રહ્યો. જ્યારે તે પોતાના પિતાને મળ્યા, ત્યારે તેમણે રૂપિઆ સંબંધી હકીકત પૂછ , તેના જવાબમાં તેણે જણાવ્યું કે તમે મને રૂપિઆ આપ્યા હતા તે મેં સારે લાભ લેવા માટે ધર્મ કાર્યમાં વાપરી પુન્યને લાભ પ્રાપ્ત કર્યો છે. આ હકીકત સાંભળી કાળુ ગુસ્સે થઈ તેને મારવા દે, પણ રાયભેરાલી ભટી નામના જમીનદારે વચ્ચે પડી તેને બચાખ્યું. ત્યાર પછી તે સુલતાનપુર ગયો. જયરામે તેને કોઠાર ઉપર નેકર રખાવ્યો. નાનકની સંસાર ઉપર પ્રિતિ ન હેવાથી તે પરણવા ના પાડતો હતો. તોપણ તેના બનેવીના આગ્રહથી સુલક્ષણ નામની સ્ત્રી સાથે પરણ્યો હતો. તેનાથી તેને શ્રી ચંદ અને લખણુદાસ નામના બે પુત્રો થયા હતા. પછી સ્ત્રી છોકરાંને પિતાને સાસરે મોકલી તેણે સંન્યાસ ગ્રહણ કર્યું. હિંદુસ્તાનમાં સાધુ સંતો અને વિરાગીઓનાં તથા અરબસ્તાનમાં જઈ ફકીરેનાં કામો જોઈ તે કટા અને સંન્યાસ છેડી ઈરાવતિ કિનારે કિર્તિપુરની ધર્મશાળામાં આવીને સર્વને માન્ય થઈ પડે એ ધર્મ સ્થાપવા વિચાર કર્યો. તેણે મેળવેલા અથાગ અનુભવથી તેણે એવું સુઝી આવ્યું કે જુદી જુદી જાતિ અને જુદા જુદા મતમાં જુદા થઈ રહેવું ઠીક નથી, દેવાલયમાં જઈ પુજા વિધિ કરવાથી કે યજ્ઞાદિ ક્રિયાઓથી તેમ બ્રહ્મભૂજન કરવાથી કાંઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com