________________
૧૬૫
દેવ નામ રાખેલ છે, તે છે. આ સલાનો સિદ્ધાંત એ છે કે સભાના પ્રત્યેક મેમ્બરે દરરોજ એકાંતમાં બેસીને સર્વના આત્મા અંતર્યામી આનંદ દેવને પિતાનાથી અભિન્ન છે. દેહમંદિરમાં સર્વ તિર્થ છે. અને આનંદદેવ રચિત રામાયણું, આનંદ વિલાસ વિગેરે પુસ્તકેનું પઠન પાઠન કરવું! મનને શુદ્ધ રાખવું, રામચંદ્રની ભક્તિ કરવી, ગાયોની રક્ષા કરવી અને નિશાવાળી ચા તથા નાચ તમાસાથી દુર રહેવું. પુત્રીનું ૧૪ મે અને પુત્રનું ૨૦ મે વર્ષે લગ્ન કરવું. દર અઠવાડિયે અને દર માસે સભા ભરીને કુરીતિના નિવારણ, હુન્નર કળાની વૃદ્ધિ અર્થ અને પ્રેમના પ્રચાર માટે વિચારો કરવા. સભામાં દરેકે એક એક મુઠી અન્ન લઈને જવું અને તે એકત્ર કરી તેમાંથી સાપુ સતાને જમાડવા. દરેક મેમ્બરે પિતાની પેદાશમાંથી દર રૂપિએ અડધે આનો સભાને આપો અને શુભ અશુભ પ્રસંગે ખર્ચ ન કરતાં નાણાં સભાને આપવાં સભાએ નાણામાંથી જાનંદદેવ રચિત પુસ્તક ખરીદી લકામાં વહેચવાં.
કોમેશન. આ નામનો એક સંપ્રદાય હસ્તિમાં છે. અને તેમાં દુનિયાના તમામ ભાગના સારા સારા શ્રીમત, અમીર ઉમરા, રાજા મહારાજાઓ, અને વિચાર વિદ્યા છે, એમ કહેવાય છે. આ સંપ્રદાયની તમામ પ્રવૃત્તિઓ ગુપ્ત રાખવામાં આવે છે. તેથી અજવાળામાં આવેલ નથી. કહે છે કે આ સંપ્રદાયમાં દાખલ થવા ઈચછનારને આ સંપ્રદાયના બે અનુયાયીઓ “ આ માણસ આ સંપ્રદાયમાં દાખલ થવા લાયક છે અને તેને દાખલ કરવામાં આવશે તો તે સંપ્રદાયના નિયમ પ્રમાણે બરાબર ચાલશે એટલું જ નહિ પણ તેની કંઈ પણ હકીક્ત જાહેરમાં જણાવશે નહિ એવી અમને સંપૂર્ણ ખાત્રી છે. ” આવી મતલબનું સરટીફીકેટ આપે તોજ દાખલ કરવામાં આવે છે, અને સંપ્રદાયની હકીકત પ્રકાશમાં નહિ લાવવા બાબત તેને સખત કસમ લેવા પડે છે. આ સમદાય કયારે અને કેવા સમય સંજોગોમાં ઉલ્લખ્યો અને તેને મૂળ સ્થાપક કોણ હશે તે પણ જાણવામાં આવ્યું નથી, પણ ઈ. સ. ના ૧૬ મા સૈકામાં યુરોપમાંથી તે ઉદ્ભવેલો છે. આમ અનુમાન થાય છે. અને શત એટલી હકીકત બહાર આવેલી છે કે આ સંપ્રદાય વાળાઆ વાપસ વાપસમાં ભાનુભાવથી રહેવું અને એક બીજાને સુખ ખમાં પણ મદદગાર થવું એજ તેના મૂખ્ય સિદ્ધાંત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com