Book Title: Bharatno Dharmik Itihas
Author(s): Manilal Lallubhai Pedhi
Publisher: Manilal Lallubhai Pedhi

View full book text
Previous | Next

Page 169
________________ વિશ્વવિદ્યાલયમાં ભણવા મુકી ગ્રેજ્યુએટ કરવાનો વિચાર એની બિસાંટન થવાથી તેણે ઈ. સ. ૧૯૧૧ માં તેના બાપને સમજાવી તેને ઇલાડ લઇ ગઈ હતી; પણ લેટબીડર સિવાય બીજા કોઈને તે સોંપાય એમ ન હોવાથી પાછા હિંદુસ્તાન લાવી ફરીથી લેટબીડર સાથે ઈંગ્લાંડ મોકલ્યો હતો. આ ગુપ્ત મંડળની માન્યતાની બાબતમાં સોસાઈટીના અનુયાયીઓમાં મતભેદ ઉત્પન્ન થતાં ઘણી ચકચાર ચાલી હતી, એટલું જ નહિ પણ કૃણ મૂર્તિના બાપે પણ પિતાને છોકરો બજે લેવા સારૂ મદ્રાસની હાઈ કોર્ટમાં એની બિસાંટ ઉપર દાવો કર્યો હતો. તા. ૧૫ મી એપ્રીલ સને ૧૯૧૩ ના દિવસે “ છોકરો તેના બાપને સંપ અને લેટબીડર ઘણે અનિતિમાન પુરૂષ છે” વિગેરે મતલબને કેસનો ચુકાદો થયે હતો. આથી આ સોસાયટી તરફ જનસમાજનું વલણ અને માન કંઈક અંશે કમી થવા પામ્યાં હતાં. સદરહુ કૃષ્ણમૂર્તિએ વિદ્યાર્થી અવસ્થામાં જ મહાત્માઓની પ્રેરણાથી “એટ ધી ફીટ. ઓફ માસ્ટર્સ નામનું પુસ્તક લખેલું છે અને એની સિટ પણ પોતે પૂર્વ જન્મમાં હિંદવાની હતી એમ જણાવે છે!! | ગુપ્ત મંડળની માનતા ઉપરથી ઉહાપોહ થયા પછી પ્રમુખ એની બિસાંટે ખુલાસો કર્યો હતો કે, ગુપ્ત મંડળની માન્યતા સોસાઇટીના તમામ અનુયાયીઓએ સ્વિીકારવી એવું કાંઈ બંધન નથી” તેથી શાંતિ થઈ ગઈ. આ સોસાઈટી તરફથી ઘણા ગ્રંથ બહાર પડ્યા છે. અને તે સર્વ જ્ઞાનના ભંડાર રૂપ તથા વિચારકો માટે ધર્મ રહસ્યને માગ બતાવનાર છે. આ સંસાઈટીમાં દાખલ થનારને ગમે તે ધર્મ કે મત પંથ પાળવાની છૂટ હોવાથી આ મતના હિંદમાંજ ૨૫૦૦૦ સુમારે માણસો છે. અને ૧૫૦ થી વધુ શાખાઓ છે. યુરોપ, અમેરિકા, જાપાન, વિગેરે દેશમાં પણ તેની શાખાઓ છે. કેળવણી ઉપર ઘણે ભાવ રાખે છે અને કેટલીક કોલેજો અને હાઈસ્કુલો ચલાવે છે. કાશીમાં જે હિંદુ વિશ્વવિદ્યાલય સ્થાપન થઈ છે તે પણ આ સોસાયટીના પ્રમુખ એની બિસાંટના ઉપદેશ અને મહેનતનું જ ફળ છે. આનદ સભા.. આ નામની એક સભા બીજનેર જીલ્લાના ધામપુર ગામમાં છે. અને કાપી, પુખરાયા, કાનપુર, વિગેરે ગામમાં તેની શાખાઓ છે. તેને સ્થાપક જામનગરને બ્રાહ્મણ જેણે સાધુ થઈ મુકતાશ્રમીની આનંદShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174