________________
૧૬૨
મદ્રાસના અદિયારમાં સોસાઈટીનું મૂખ્ય સ્થળ રાખી અલગ રહીને ધર્મ પ્રચાર કરવા માંડે.
(૧) સર્વને આત્મવત્ ગણી ભાનુભાવ રાખવો (૨) સર્વ ધર્મ એકજ પરમધર્મનાં રૂપાંતર હોવાથી મૂળ એક ધર્મ કેવો હશે તેના રૂપ વિશે વિચાર કરી સર્વમયતા ગ્રહણ કરવી અને (૩) બ્રહ્માંડમાં અયાત્મિક રહસ્ય શું છે ને પિંડમાં તેને કેટલે પ્રભાવ છે એને અભ્યાસ કરવો એટલી વાત કબુલ કરનાર ગમે તે ધર્મ કે આચાર પાળવા છતાં દાખલ થઈ શકશે એવું ઠરાવ્યું. કોઈ પણ ધર્મ, મતપંથ કે સુધારા વિગેરે ઉપર ભાવ કે દ્વેષ નહિ રાખતાં સત્ય માત્રને શોધતાં જે યોગ્ય હોય તે ગ્રહણ કરવા તત્પર રહેવું એજ આ સોસાઈટીના અનુયાયીઓનું કર્તવ્ય છે, તેથી સોસાઇટીના અનુયાયીઓ તમામ પ્રાચિન અર્વાચીન ધર્મ અને સાયન્સને સૂક્ષ્મ અભ્યાસ કરે છે. આર્ય ધર્મનીજ આ સોસાઈટી મહત્તા સ્વિકારે છે ખરી, પણ તેથી બીજા ધર્મનાં તો તદન ખોટાં છે એમ ગણતા નથી, અને તેને પણ યુક્તિ પ્રયુક્તિથી આર્યધર્મનાં તત્વો સાથે બંધ બેસાડી સર્વ ધર્મની એકતા અતાવવા પ્રયત્ન કરે છે. આ સંસાઈટીના પેટામાં એક ગુપ્ત મંડળ ( પૂર્વના તારાનું મંડળ ) છે અને તેઓ સાઈટીના અગ્રેસરેને હિમાલયમાં વસતા કુટહુની લાલસિંહ નામને મહાત્મા આવી મળી જાય છે અને ધર્મબોધ કરી જાય છે એવું માને છે ! ! કર્નલ આઉકેટ અને મેડમ બ્લેટસ્કીના સ્વર્ગવાસ પછી આ સોસાઈટીના પ્રેસિડેન્ટ તરીકે હાલમાં એક્ઝીબિસાંટ નામની એક વિદુષી ખાઈ કામ કરે છે. તા. ૫–૪–૧૮૯૫ ના દિવસે હિંદુ તથા પારસીઓ વિગેરે આશરે ૫૦ ગૃહસ્થાએ તેમની મુલાકાત મુંબાઈમાં લીધી હતી. તે વખતે જે પ્રશ્નોત્તર થયા હતા તે ઉપરથી આ સાઈટીના ધમ તો ઉપર સારો પ્રકાશ પડતો હોવાથી તેને સાર અત્રે આપીએ છીએ.
વિચાર, ઉચ્ચાર અને આચાર ત્રણે શુદ્ધ રાખવા, સર્વ ધર્મોના સાધારણ મત જેવાજ થીઓસોફીના મત છે. બ્રહ્મવિદ્યા અને ગુટ્યવિવા આ દેશમાં પ્રાચિનકાળમાં હતી, તેનું જ પુનર્જીવન કરવાને સોસાઈટી ને પ્રયત્ન છે. સંસારિક વાતોથી અલિપ્ત રહેવાથી જ અધ્યાત્મિક ઉન્નતિ થઈ શકે છે. મુકત સ્થિતિ પ્રાપ્ત થાય નહિ ત્યાં સુધી જીવાત્માને સર્વ વિકારોનો અનુભવ લેવાની કરજ લેવાથી જુદી જુદી યોનીમાં. જમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com