________________
૧૬૦
જાતિભેદ માને છે. ઇશ્વર અવતાર લે છે એમ સ્વિકારે છે. પ્રાણાયમાદિ યોગ શાસ્ત્ર ઉપર વધુ ભાવ રાખે છે, અને તેથી સિદ્ધિ મળવાનું પણ માને છે. જુના વિચારોને તે પુષ્ટિ આપે છે અને પુરાણોની હકીક્તાને અધ્યાત્મ રીતે ગોઠવી તે શ્રેય કરનાર છે એમ સિદ્ધ કરવા મથે છે. જઈ પહેરે છે. નવા વિચારે જેને સુધારે કહેવામાં આવે છે તેને તે સ્વિકારતા નથી, પણ તેના તેઓ સખત વિરોધી માલુમ પડે છે. તત્વજ્ઞાનને મુખ્ય ગણે છે. નરસિંહાચાર્યને ભગવાન કહેતા અને હાલમાં તેમના પુત્ર ઉપેન્દ્રને પણ ભગવાન કહે છે. નરસિંહ ચતુર્દશી તથા ગુરૂપુર્ણિમાને દિવસે મોટા સંમારંભ કરે છે; તે વખતે આ મતના તમામ માણસે એકજ જગ્યાએ એકઠા થઈ ધર્મક્રિયા કરે છે. આ વર્ગ તરફથી પ્રાતઃકાળ વિગેરે ૫-૬ માસિક બહાર પડે છે, તેમાં અમને વિચારવા યોગ્ય ધર્મજ્ઞાનને બોધ હોય છે. લગભગ ૨૦૦૦ માણસો આ વર્ગના અનુયાયી છે, અને તેમનામાં અરસપરસ ભ્રાતૃભાવ ઘણે સારે જણાય છે. ભક્તિથી મુક્તિ માને છે.
પ્રિયત્ન ધર્મસભા. આ સભાના સ્થાપક લારખાનાના સારસ્વત બ્રાહ્મણ પ્રિયત્મને જન્મ વિ. સ. ૧૯૨૦ માં થયો હતો, તેમણે સંવત ૧૯૪૩ ના અરશામાં ઉપરના નામની એક ધર્મસભા સિંધમાં આવેલા શિકારપુરમાં સ્થાપન કરી તેમાં દાખલ થનારને માટે ૧૪ નિયમો ઠરાવ્યા છે (૧) રામનામનું સ્મરણ કરવું (૨) વિઘા ભણવી અને ભણાવવી (૩) દેશને સુધારવાનો પ્રયત્ન કરવો (૪) વિધિપૂર્વક શ્રાદ્ધ અને તૃપણ કરવાં (૫) માદક પદાર્થો અને માંસાદિ અશુદ્ધ પદાર્થોને ત્યાગ કરવો (૬) સત્ય બોલવું (૭) શ્રદ્ધાથી મૂર્તિપુજા કરવી (૮) બાળ વિવાહ ન કર (૮) વેદ અને પુરાણ વિગેરે હિંદુ શાસ્ત્રોનું માનવાં (૧૦) ચેરી વિગેરે ગ્રહિત કર્યો ન કરવાં (૧૧) વિધવાઓ પાસે બ્રહ્મચર્ય પળાવવું (૧૨) આપણા જેવું સુખ દુઃખ સર્વનું સમજવું (૧૩) સારી વાતોને પ્રચાર કરવા અને (૧૪) કઈ પણ કામ યુક્તિ અને સૃષ્ટિ વિરૂદ્ધ ન કરવું. એ તેમના
૧. પ્રાચીન સમયમાં પ્રસ્થાનત્રય (વેદ, ઉપનિષદ અને ગીતા) ઉપર ભાખ્ય કરનાર આચાર્ય ગણુતા. પરંતુ એ ત્રણમાંથી એક પણ ગ્રંથનું ભાષ્ય નહિ કર્યા છતાં પણ નરસિંહાચાર્યને આચાર્ય અને “ભગવાન” પણ ગણવામાં આવે છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com