________________
૧૫૮
ગર્ક કરી દેતા ! તેમની આવી ભક્તિ જોઈને ઘણા માણસે તેમને ગુરૂ તરીકે માનતા હતા. પરમહંસની તબીયતમાં એકાએક બિગાડ થવાથી તેમણે પોતાના ઉપદેશનું શિક્ષણ ફેલાવવા સારૂ પોતાના શિષ્યોમાંથી ર૦ બાહોશ કેળવાયલા ગૃહસ્થને દિક્ષા આપી હતી. તેમાં નરેન્દ્રનાથ બી. એ. મુખ્ય હતા. તેમણે ૨૩ વર્ષની ઉમ્મરે ગુરૂ પાસેથી સંન્યસ્ત દીક્ષા લેઇ વિવેકાનંદ નામ ધારણ કર્યું હતું. તે પછી થોડી મુદતમાં પરમહંસ સ્વધામ પધાર્યા. પછી તેમના ૨૦ શિખ્યોએ ધર્મચર્ચાને મુંડે ઉઠાવ્યો, તેમાં સ્વામિ વિવેકાનંદ મૂખ્ય અગ્રેસર હતા. તેમણે કલકત્તામાં બરાનગરની પાસે આલમબજારમાં એક એકાંત જગ્યાએ મઠ સ્થાપી ત્યાં નિરંતર ધર્મ સંબંધી ચર્ચા કરવાનું રાખ્યું. સ્વામિ વિવેકાનંદે આખા હિંદુ મુસાફરી કરી ઠેકઠેકાણે વ્યાખ્યાન આપી સારી કીર્તિ મેળવી હતી. અમેરિકામાં તેમણે જુદે જુદે ઠેકાણે ફરીને સુમારે એક હજાર ભાષણો આપ્યાં હતાં અને વેદાંત સોસાઈટી સ્થાપી લાખે લોકેને આર્ય ધર્મ પાળતા કર્યા હતા. આ મિશનને મુખ્ય ધર્મ સિદ્ધાંત એ છે કે “ જ્ઞાન દાન કરવામાં અધીરા થાવ નહિ. પ્રથમ જ્ઞાન સંપાદન કરે. ઈશ્વરના રૂપ તથા ગુણના વિતડાવાદમાં ન પડે. ઈશ્વરને ભજે. તેના મ્હોં આગળ તમારું હૃદય ખેલે એટલે દૈવી પ્રકાશ તમને પાવન કરશે. મતમતાંતરો અને દેવળ દહેરાંની ઝાઝી દરકાર ન કરો, એની કાંઈ કીસ્મત નથી. કીસ્મતી વસ્તુ તે મનુષ્યમાં સત્વનું તત્વ છે. જે પ્રમાણમાં તે મેળવી શકે તે પ્રમાણમાં તે સારે. પ્રથમ તે સંપાદન કરો. કોઈની ટીકા કરતા નહિ, કારણ દરેક મતમતાંતરે માં કાંઈક સારું તો હોય છેજ. ધર્મ એટલે ફક્ત શબ્દ, નામ અથવા ભિન્ન મતોનાં તડાં નથી પણ અધ્યાત્મિક સ્થિતિ સંપાદન કરવી તે છે એવું તમારા જીવન પરથી બતાવી આપે.” એ તેમના ઉપદેશનું મુખ્ય તત્વ છે. આર્ય ધર્મશાની આજ્ઞા પાળવી એ તેમને સિદ્ધાંત છે. આશરે ૨૦૦૦૦ માણસે આ સંપ્રદાયના અનુયાયી આ દેશમાં છે. કાશીમાં રામકૃષ્ણ સેવાશ્રમ અને પાઠશાળા આ સંપ્રદાયની છે.
સ્વામિ રામતિર્થને વૈદિક મત. પંજાબમાં આવેલા ગુજરાનવાળા જીલ્લાના એક નાના ગામમાં એક અતિ ગરીબ બ્રાહ્મણને ત્યાં ઈ. સ. ૧૮૭૩ માં સ્વામિ રામતિર્થને જન્મ થયો હતો. તેમના પિતાનું નામ હિરાનંદ હતું. જન્મ પછી ત્રીજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com