________________
૧૫૬
કામ અધુરું રહેલું છે તે પુરુ કરવાની તજવીજ થવી જોઇએ. કેટલાએક ફત નામના સમાજી થઈ નાહક ખંડનની વાતે અકી વિરાધભાવ વધારતા જણાય છે, તેમ થવું ન જોઈએ, પણ મહર્ષિની આજ્ઞા પ્રમાણે જે દરરોજ પંચમહાયજ્ઞાદિ નિત્ય કર્મ કરતો હોય, સંસ્કારાદિ વિધિ પાળતો હોય અને સમાજના સિદ્ધાંતોને ચુસ્ત રીતે વળગી રહે તા હોય તેવાઓનેજ સમાજમાં દાખલ કરવા જોઈએ. કેટલાએક સમાજો પુનર્લગ્નની હિમાયત કરતા જણાય છે અને આય ન બ્રધરહુડની સંગતથી ગમે તેનું ખાવાપીવામાં પ્રતિબંધ માનતા નથી, તે સમાજના નિયમોથી વિરૂદ્ધ હેવાથી તેનો પક્ષ કરવો ન જોઈએ. સમાજને તેમની જ્ઞાતિ તરફથી કનડગત કરવામાં આવતી હોય તેમ જણાય છે, માટે ગુણકર્માનુસારે જાતિ બંધારણ અમલમાં લાવી સમાજોમાંજ લગ્નાદિ વ્યવહાર શરૂ કરવો જોઈએ; કે જેથી જ્ઞાતિઓની શુદ્ધ પણ ઠેકાણે આવે.
હાલમાં આ સંસ્થાના અનુયાયી ૩ લાખને અંદાજે છે, અને તેમાં દિવસે દિવસે વધારો થતો જાય છે. ઘણાક અન્ય મતાનુયાયીઓ પણ આ સંસ્થા પ્રત્યે માનની નજરે જીવે છે, કેટલાએક તેમના સિદ્ધાંતને અંત:કરણપૂર્વક સ્વિકારે છે, પરંતુ જ્ઞાતિઓના જહાંગિરિ દેરને લીધે ખુલ્લી રીતે સમાજમાં દાખલ થતા નથી.
આ સમાજમાં પણ પંજાબ તરફ માંસપાટ અને અન્નપાર્ટી એવા બે ભેદ છે. માંસ ખાનાર આર્ય ગણાયજ નહિ છતાં શા માટે તેમને આર્ય ગણવામાં આવે છે ? તે સમજાતું નથી.
ગુણ કર્માનુસારે જાતિ વ્યવસ્થાની ગોઠવણ કરવા સારૂ થાડા સમયથી મુંબાઈમાં આર્યમંડળ નામની સંસ્થા સ્થાપન થયેલી છે, પરંતુ તેનું કાંઈપણ કાર્ય વ્યવહારિક રીતે પ્રસિદ્ધિમાં આવેલું જણાતું નથી !
સત્યશોધક સમાજે. આ સમાજના સ્થાપક તિરાવ ફુલેને જન્મ ઈ. સ. ૧૮૨૭ માં થયો હતો. દેશમાં ધર્મની વિવિધ જાતની ફેલાયેલી મતજાળ અને ધર્મના નામે પ્રજા ઉપર થતે જુલમ વિગેરે જોઈ તેમણે ઈ. સ. ૧૮૬૮
૧ ગુજરાતના પંચમહાલ જીલામાં આ નામની એક સમાજ છે તે આર્યસમાજની શાખા છે. આ સમાજની નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com