________________
૧૩
લેવા પડે છે. સર્વ સસાર પુરૂષ તથા પ્રકૃતિના સાગથી ઉત્પન્ન થયા છે, અને તે અને અનાદિ છે. અત્ત જે પરબ્રહ્મ તે સાચું છે, પણ સંસારાત્પત્તિ માટે તેનેજ પુરૂષ પ્રકૃતિ એવું દ્વત્ત રૂ૫ પ્રાપ્ત થાય છે. વેદાંતમાં શ્રાદ વિધિ નથી, પરંતુ મૃત મનુષ્યનો જીવાત્મા પાછો જન્મ પામે ત્યાં સુધી કામલોકમાં સ્વર્ગ બંનેને લીધે રોકાઈ રહેલા હોય છે, તેને ત્યાંથી છૂટવા માટે શ્રાદથી ઘણી મદદ થાય છે ! માની અવનિને ગતિ, રંગ અને રૂપ હોવાથી તેમાં એક પ્રકારનું સામર્થ્ય પણ છે; પરંતુ મંત્ર પ્રયોગ એકાગ્રચિત અને જ્ઞાનપૂર્વક થતો ન હોવાથી મંત્રસિદ્ધિ થતી નથી! બીજના કલ્યાણ માટે તેને તેના દોષ દેખાડવાથી જે દુખ ઉત્પન્ન થાય તેમાં પાપ નથી, પરંતુ ન દેખાડવામાં પાપ છે. ધર્મશાસ્ત્રોમાં ( ઘણું કરીને પુરામાં ) રૂપકે કે વાર્તારૂપે કેટલીક જગ્યાએ વિચાર જણાવેલા છે, ત્યાં શબ્દાર્થ ભણુ નજર રાખવી નહિ, પરંતુ તેમાંનું સત્ય રહસ્ય જાણવા પ્રયત્ન કરવું જોઈએ. જેવા મનુષ્યના વિચાર તેવાં તેનાં કર્તવ્ય અને તેવું તેનું નસીબ બંધાય છે. માટે માણસ પોતે જ પોતાના નસીબને રચનાર છે. નસીબના ભરૂસે આળસુ થઈ બેસી રહેવું એ મૂર્ખતા છે. ઈશ્વર મનુષ્યાદિ દેહ ધારણ કરી જગતના કલ્યાણ માટે અવતાર લે છે અને મહાત્માઓ ગુપ્ત રીતે હાલ અસ્તિત્વ ભોગવે છે !! ” વિગેરે. આવી રીતે તેમને ધર્મ સિદ્ધાંત જતાં એકાદ બે વિવાદાસ્ત બાબતને બાજુએ રાખીએ તો આ મંડળીના ઉદેશ અને કાર્ય ઘણાં ઉત્તમ જણાય છે. પણ તેમના ગુપ્ત મંડળની હકીક્તથી તેમાં કોઈ કાંઈ જાતની શંકાને સ્થાન મળેલું છે. એ ગુપ્ત મંડળવાળા આ સોસાયટીના અગ્રેસરને મહાત્મા વારંવાર મળે છે એમ માને છે, એટલું જ નહિ પણ બુદ, કૃષ્ણ, ઈસુખ્રિસ્તિ, જાત, મિય, વિગેરે નામ તથા શરીર ધારણ કરનાર મહાત્મા મૂળ એકજ આત્મા જુદે જુદે રૂપે હતા, તે જ માત્મા આ સમયે મદ્રાસના એક થી માસાકીસ્ટ પેન્શનર નારાયણ સાયરને ત્યાં પુત્ર રૂપમાં જન્મ લીધો છે, તેનું હાલ નામ જ, કૃણમૂર્તિ છે. અને તે પોતાનું જગતને ઉપદેશ કરવાનું પર્વ મહાજન્મનું કર્તવ્ય કરનાર છે એમ માને છે. એક લેખકે તે તેના સર્વ પૂર્વ જન્મનું જ્ઞાન પણ લખી કાવ્યું છે. થીઓસોલો પિતાની માન્યતા તથા દિવ્ય શક્તિ ઉપરાંત તેમની આ અસાધારણુ માન્યતા
માટે કચ્છ મરણ આપી શકયા નથી ! સદરહુ કૃષ્ણમૂર્તિને ગોકસાઈની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com